- ગુજરાતના 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ખુશખબર
- ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં કરાયો રૂ.5000નો વધારો
- હવે 12800ની જગ્યાએ ઇન્ટર્ન ડોક્ટરોને 18000 સ્ટાઇપેન્ડ મળશે
ગાંધીનગર: ગુજરાતના 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ખુશખબર છે. હકીકતમાં, 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરોની સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જાહેરાત કરી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડમાં 5200 રૂપિયાનો વધારો કરાયો છે. હવે 12800ની જગ્યાએ ઇન્ટર્ન ડોક્ટરોને 18000 સ્ટાઇપેન્ડ મળશે.
છેલ્લા કેટલાક સમયથી ઇન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ વધારવાની માંગ કરી રહ્યા હતા. થોડા દિવસ અગાઉ આ તબીબો હડતાળ પર ઉતર્યા હતા. જો કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે ચર્ચા કર્યા બાદ ઇન્ટર્ન તબીબોએ હડતાળ સમેટી લીધી હતી. નાયબ મુખ્યમંત્રીએ વિવિધ માગણીઓને લઇને બાંહેધરી આપી હતી.
ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી રાજ્ય સરકારે સ્વીકારી છે. 5200 રૂનો સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે. 12800ની જગ્યાએ હવે 18000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે. આનો લાભ એપ્રિલ 2020થી મળશે.
આ જાહેરાત કરતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના ની મહામારી માં તબીબો સારી કામગ્રીરી કરી છે.રાજ્યની સરકારી તેમજ સરકાર સંચાલિત મેડિકલ કોલેજમાં 2 હજાર થી વધુ ડોકટરો ને એક વર્ષનો અનુભવ હાંસલ કરવા ઇન્ટનસીપ કરતા હતા.
કોરોના કાળમાં ડોક્ટરની જરૂરિયાત હતી તે સમયે ઇન્ટન ડોકટર સેવા આપી છે.ત્યારે રાજ્ય સરકાર આ ડોક્ટરોના સ્ટાઈપનડ ની સાથે વધારાના 5 હજાર રૂપિયા આપવામાં આવશે.
(સંકેત)