- કોરોના કાળમાં કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
- જીએસટી આવકને સરભર કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને નવમો હપ્તો જાહેર કર્યો
- રાજ્ય સરકારને 6000 કરોડના નવમાં સાપ્તાહિક હપ્તાની જાહેરાત
નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં સંભવિત ઘટાડાની ભરપાઇ માટે રાજ્ય સરકારને 6000 કરોડના નવમાં સાપ્તાહિક હપ્તાને જાહેર કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાં મંત્રાલય દ્વારા રાજ્યોના જીએસટીની આવકમાં સંભવિત ઘટાડાની ભરપાઇ માટે 6,000 કરોડના નવમાં સાપ્તાહિક હપ્તાને જાહેર કર્યો છે. આ પ્રકારે અત્યારસુધીમાં રાજ્ય-સંઘ શાસિત પ્રદેશોને આ પ્રકારથી 54,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી ચૂક્યા છે. નાણાં મંત્રાલયના નિવેદનમાં આ જાણકારી અપાઇ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ GSTના અલને કારણે કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન રાજ્યોની આવકમાં અંદાજિત 1.10 લાખ કરોડ રૂપિયાના વળતર માટે ઓક્ટોબરમાં વિશેષ લોન સુવિધા શરુ કરી હતી.
મંત્રાલયે કહ્યું કે જેમાં 5,616.60 કરોડ રૂપિયા 23 રાજ્યોને જાહેર કરવામાં આવ્યા છે. તે સિવાય ત્રણેય સંઘ શાસિત પ્રદેશ દિલ્હી, જમ્મૂ કાશ્મીર અને પોંડિચરીને 483.40 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યાં છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ સપ્તાહમાં 5.15 ટકાના વ્યાજ પર લોન લેવામાં આવી હતી. અત્યારસુધીમાં કેન્દ્ર સરકારની આ સુવિધા હેઠળ 4.74 ટકાના વ્યાજ પર 54,000 કરોડ રૂપિયાની લોન લીધી છે.
નોંધનીય છે કે, બાકીના પાંચ રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેંડ અને સિક્કિમમાં જીએસટી લાગુ કરવાથી તેમની આવકમાં કોઇ ઘટાડો થયો નથી. અત્યાર સુધી કેન્દ્ર દ્વારા રાજ્યોને 23 ઓક્ટોબર, 2 નવેમ્બર, 23 નવેમ્બર, 1 ડિસેમ્બર, 7 ડિસેમ્બર, 14 ડિસેમ્બર, 21 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરના રોજ હપ્તો જાહેર કરવામાં આવ્યો છે.
(સંકેત)