ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં પ્રથમવાર પ્રસ્તુત થશે સ્ટારકાસ્ટ સાથેની સિરિયલાઇઝ્ડ નોવેલ
- ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં પ્રથમવાર એક નવી પહેલ
- દિવ્યભાસ્કર અખબારમાં સ્ટારકાસ્ટ સાથેની સિરિયલાઇઝ્ડ નોવેલ થશે પ્રસ્તુત
- એક સિદ્વહસ્ત લેખક અને નવલકથાકાર આશુ પટેલની નોવેલ પ્રસ્તુત થશે
અમદાવાદ: દિવ્યભાસ્કર આમ તો તેના વાચકો માટે હરહંમેશ કંઇક નવીન અને રસપ્રદ વાંચન સામગ્રી પીરસતું રહે છે અને વાચકોના હૃદય સુધી પહોંચતું રહ્યું છે. હવે આ જ દિશામાં ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં પ્રથમવાર દિવ્યભાસ્કર હવે એક નવી પહેલ પ્રસ્તુત કરવા જઇ રહ્યું છે.
ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં પોતાના વાચકોને કંઇક નવીન અને રસપ્રદ આપવાના હેતુસર હવે દિવ્યભાસ્કર અખબાર નવી પહેલ પ્રસ્તુત કરી રહ્યું છે. આ પહેલ હેઠળ દિવ્યભાસ્કર સ્ટારકાસ્ટ સાથેની સિરિયલાઇઝ્ડ ડેઇલી નોવેલ રજૂ કરી રહ્યું છે. દિવ્ય ભાસ્કર અખબારમાં આવતીકાલથી કોલમ રૂપે આ નોવેલ પ્રસ્તુત કરાશે.
આ પહેલ અંતર્ગત જે નોવેલ શરૂ થવા જઇ રહી છે તેનું નામ છે ‘વાત એક રેશમી રમતની’. આ નોવેલ નવલકથાકાર આશુ પટેલ લિખિત છે. આ નોવેલ આયેશા નામના નોવેલના મુખ્ય પાત્ર પર આધારિત છે.
નવલકથાકાર વિશે
આમ તો આશુ પટેલના વિશેષ પરિચય માટે શબ્દો ઓછા પડે પરંતુ તેઓ એક વરિષ્ઠ પત્રકાર, તંત્રી, ફિલ્મની પટકથાના લેખક-દિગ્દર્શક, નિર્માતા ઉપરાંત એક સિદ્વહસ્ત લેખક પણ છે. અત્યારસુધી તેમના 40થી વધુ પુસ્તકો પ્રસિદ્વ થઇ ચૂક્યા છે. તેઓ નિયમિતપણે ગુજરાત સમાચાર, મુંબઇ સમાચાર, સંદેશ, દિવ્યભાસ્કર, મિડ-ડે, ગુજરાતી મિત્ર, લોકસત્તા, જનસત્તા જેવા અખબારપત્રમાં સાપ્તાહિક તેમજ દૈનિક કોલમ, નોવેલ લખતા રહે છે.
(સંકેત)