Site icon Revoi.in

જાન્યુઆરી 2021થી હાઇસ્કૂલો, કોલેજો શરૂ કરવા રાજ્ય સરકારની વિચારણા

Social Share

ગાંધીનગર: દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થયો છે, જે હવે કાબૂમાં આવી ગયો છે. એવામાં રાજ્ય સરકાર ફરી એકવાર હાયર સેકેન્ડરી સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓને તબક્કાવાર શરૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સંકેતો આપ્યા હતા કે રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો અને હાઇસ્કૂલને તબક્કાવાર શરૂ કરવા અંગે વિચારી રહી છે.

જો કે સરકાર યુનિવર્સિટીઓ, કોલેજો અને હાયર સેકન્ડરી સ્કૂલોને ક્યારે શરૂ કરવા માટે વિચારી રહી છે. તેની કોઇ સ્પષ્ટ તારીખ જણાવવાનું ચુડાસમાએ ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ મુદ્દાની ચર્ચા સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતાવાળી હાઇ પાવર કમિટીમાં કરવામાં આવશે.

ચુડાસમાએ કહ્યું કે, ‘શિક્ષણવિદો સાથે આજની અને હાલની ચર્ચા દરમિયાન કોલેજો, યુનિવર્સિટીઓ તથા સ્કૂલોને ફરીથી ખોલવાના સૂચના પર ચર્ચા કરવામાં આવી હતી. એજ્યુકેશન સેક્ટરને તબક્કાવાર શરૂ કરવા માટે આ સૂચનો પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાવાળી હાઈ-લેવલ કમિટીમાં ચર્ચા કરવામાં આવશે.’ તેમણે ઉમેર્યું કે, આ મુદ્દાની હાઈ-પાવર કમિટીમાં ચર્ચા ન થાય ત્યાં સુધી તેઓ તેના પર કોઈ કમેન્ટ કરશે નહીં.

નોંધનીય છે કે પહેલા તબક્કામાં સરકાર જાન્યુઆરીના મધ્યથી યુનિવર્સિટીઓ, હાયર સેકન્ડરી સ્કૂલો તથા કોલેજો શરૂ કરવાનું વિચારી રહી છે. કોલેજો, યુનિવર્સિટીઓ અને હાયર સેકન્ડરી સ્કૂલો શરૂ કરવાથી વાર્ષિક પરીક્ષા લેવામાં પણ મદદ રહેશે.

(સંકેત)