ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી LIVE: સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ 60 ટકા મતદાન, જાણો ઝોન પ્રમાણે મતદાનના આંકડા
- ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો સંગ્રામ શરૂ
- સવારથી મતદારોમાં મતદાન માટે ભાર ઉત્સાહ
- સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 23 ટકા મતદાન
અમદાવાદ: ગુજરાતમાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનો સંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે. રાજ્યમાં આજે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સરપંચ માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાને ઉતર્યા છે.
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાઇ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં ઝોન પ્રમાણે જોઇએ તો ઉત્તર ગુજરાતમાં 62 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા તેમજ મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન નોંધાયું છે.
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. બપોરે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 60ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે.. સાંજ 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે.
મતદારો અત્યારે તેના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 45 ટકા મતદાન નોંધાઇ ચૂક્યું છે. બપોરે 4 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 42 ટકા, ઉત્તર ગુજરાતમાં 46 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 44 ટકા, મુધ્ય ગુજરાતમાં 42 ટકા મતદાન થયું છે. કેટલીક જગ્યાએ નાના મોટા ઘર્ષણ થયા છે. તો કેટલીક જગ્યાએ ઉમેદવારો વચ્ચે પણ ઝપાઝપી થઇ છે.
લાઇવ અપડેટ્સ
રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં 361 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તેની સાથે જિલ્લામાં સૌથી ઓછી વેકસીનેસન ની કામગીરી થઈ છે એ રાપર તાલુકાની 44 ગ્રામ પંચાયત માટે ચાલતા મતદાન પ્રક્રિયા સાથે 113 સ્થળે મતદાતાઓને ઇચ્છાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વિરુદ્ધની રસી મુકવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની અક્ષરધામ સોસાયટીમાં મતદાન દરમિયાન ઘર્ષણ સર્જાતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
રાજકોટના પડઘરીના ખામટા ખાતે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયા અત્યારસુધીમાં 70 ટકાથી વધુ મતદાન થયું છે. ખામટા ગામમાું કુલ 983 મતદારો છે.
વડોદરામાં સાવલીના કરચિયા ગામે યુવક પર હુમલાની ઘટના સામે આવી છે.ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન હુમલો કરાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં 156 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. અત્યારસુધી ત્યાં 40 ટકા કરતાં વધુ મતદાન જોવા મળી રહ્યું છે.
સુરતમાં મહુવાના વહેવલ ખાતે 99 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાનીએ મતદાન કર્યું, મણીબેન ધોડિયા એ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું, 99 વર્ષની ઉંમરે પણ મણીબેનમાં દેશભક્તિનો જુસ્સો યથાવત જોવા મળ્યો. આઝાદીના જંગમાં મણીબેન જેલવાસ પણ ભોગવી ચુક્યા છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલીક જગ્યાએ બબાલ પણ થઇ હતી. અરવલ્લીના મોડાસામાં ચૂંટણી દરમિયાન માથાકૂટ થઇ હતી. બડોદરમાં ચૂંટણી પ્રક્રિયામાં સિક્કા ન વાગતા હોવાની ફરિયાદ ઉઠતા બબાલ થઇ છે. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે તેઓની રજૂઆત નથી સાંભળવામાં આવી રહી.
બીજી તરફ વીરપુરમાં પોલીસનો મતદાર સાથે દુર્વ્યવહાર સામે આવ્યો છે. અહીંયા પોલીસે મતદારને માર માર્યો હોવાનો આક્ષેપ મતદારના પરિવારે કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ પરેશ સિંધવ દ્વારા માર મરાયાનો આક્ષેપ કરાતા SP બલરામ મીણાનું નિવેદન આવ્યું છે કે, કોન્સ્ટેબલે જે કર્યું તે અમાન્ય છે અને અયોગ્ય છે. આ મામલે તપાસ કરાશે.
નર્મદાના ડેડિયાપાડામાં ચૂંટણી દરમિયાન મારા મારી સર્જાઈ, બોગજ ગામે 2 રાજકીય પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
છોટાઉદેપુરના વડદલાના ગ્રામજોનેએ ગ્રામપંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અલગ પંચાયતની માંગ સાથે વડદલા, ચૈના વસાહત, હાફેસ્વર વસાહતના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
દ્વારકા જિલ્લામાં પ્રિસાઇડિંગ ઓફિસર ઓફિસર જીજ્ઞેશ પટેલ નશાની હાલતમાં ઝડપાયા હતા. ગ્રામજનોના હોબાળો બાદ પ્રિસાઇડિંગ ઓફિસરની કલ્યાણપુર પોલીસે ધરપકડ કરી.
પોરબંદરમાં પણ ચૂંટણી દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. અહીંયા ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે બબાલ થઇ હતી. કુતિયાણાના મહિયારી ગામે મોડી રાત્રે બે ઉમેદવારો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં અન્ય ઉમેદવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અરવલ્લાીના મોડાસાના ટીંટીસર ગામે વૃદ્વાઓમાં પણ મતદાનનો જોશ જોવા મળ્યો છે. અહીંયા એક 107 વર્ષના શતાયુ વૃદ્વાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વૃદ્વ નાથી બા 72 સભ્યોનો પરિવાર ધરાવે છે.
ગ્રામપંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 30 ટકા મતદાન થયું છે.
અમદાવાદ જીલ્લામાં 27 ટકા મતદાન થયું છે.
આણંદ જીલ્લામાં અત્યારસુધીમાં 23 ટકા અને અરવલ્લીમાં 21 ટકા મતદાન.
મહેસાણામાં સૌથી વધુ 30 ટકા મતદાન
બનાસકાંઠામાં 22 ટકા મતદાન થયું
ભરુચમાં 18 ટકા મતદાન નોંધાયું છે
ભાવનગરમાં 27 તેમજ બોટાદમાં 22 ટકા મતદાન
છોટાઉદેપુરમાં 19 ટકા, દ્વારકામાં 20 ટકા મતદાન
જૂનાગઢમાં 29 ટકા અને ગીર સોમનાથમાં 26 ટકા
સવારે 11 વાગ્યા સુધીમાં 17 ટકા મતદાન નોંધાયું છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 23 ટકા જેટલું મતદાન થયું છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા જોઇએ તો, 93 લાખ 61 હજાર 601 પુરુષ મતદારો છે જ્યારે 88 લાખ 35 હજાર 244 મહિલા મતદારો છે. 23 હજાર 112 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા કરાઇ છે.
બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં 2 હજાર 541 ચૂંટણી અધિકારીઓ મતદાનની કામગીરીમાં જોડાયા છે અને 1 લાખ 37 હજાર 302 પોલિંગ સ્ટાફ મતદાન મથકો પર ઉપસ્થિત છે.
રાજ્ય ચૂંટણીપંચે રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે.
ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે.