- સમુદ્રમાં ઘૂષણખોરો, દુશ્મનોની દરેક હિલચાલ પર બાજ નજર રાખશે ઇન્ટરસેપ્ટર બોટ C-454
- આત્મનિર્ભર ભારતના મિશનને પણ ઇન્ટરસેપ્ટર બોટ C-454 વધુ પ્રબળ બનાવે છે
- તેની મહત્તમ સ્પીડ 45 નોટિકલ માઇલ (83 કિ.મી./ કલાક) છે
સુરત: ભારતનો સૌથી વધુ 1600 કિલોમીટર દરિયાઇ કાંઠો ગુજરાતમાં આવેલો છે. આ દરિયાના માર્ગે ડ્રગ્સ માફિયા, ભારતના દુશ્મનો, દાણચોરો માટે ભારતમાં પ્રવેશ કરવું સરળ બની જાય છે. આ તમામના ઇરાદાઓ પર સ્વેદશી કંપની મેસર્સ એલએન્ડટી જેટ્ટી, હજીરા દ્વારા નિર્મિત ઇન્ટરસેપ્ટર બોટ C-454 પાણી ફેરવી નાખે છે. આજે વધુ એક બોટ ભારતીય તટરક્ષક દળને અર્પણ કરાઇ છે. જેનાથી હવે ડ્રગ્સ માફિયા, ઘૂષણખોરો, આતંકીઓની સમુદ્રમાં હિલચાલ પર બાજ નજર રાખી શકાશે. આત્મનિર્ભર ભારતના મિશનને પણ ઇન્ટરસેપ્ટર બોટ C-454 વધુ પ્રબળ બનાવે છે.
આપને જણાવી દઇએ કે સર્વેલન્સ, રડાર અને હથિયારોથી સજ્જ આ બોટના કારણે તટ રક્ષકોને અનેક ઉપલબ્ધિઓ હાંસલ થઇ છે. લાઇટર મટીરિયલને કારણે આ બોટ ઝડપથી સમુદ્રમાં ફરી શકે છે. ઓછા બજેટમાં નિર્મિત આ બોટના કારણે ડ્રગ્સ માફિયા, ઘૂષણખોર, આતંકીઓની સમુદ્રમાં હિલચાલ પર બાજ નજર રાખી શકાય છે.
મેસર્સ એલ એન્ડ ટી, હજીરા ખાતે ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ સી-454ની નિયુક્તિ થઇ. ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ (IB) ICGS C-454 સુરત સ્થિત મેસર્સ લાર્સન એન્ડ ટુર્બો દ્વારા ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવી છે. આ બોટ હવેથી ગુજરાતના તટ વિસ્તારમાં બાજ નજર રાખશે અને સુરક્ષા પણ કરશે.
બોટની ખાસિયત
સમુદ્રમાં ઘૂષણખોરો અને દુશ્મનોની દરેક હિલચાલ પર બાજ નજર રાખતી અને 27 મીટર લંબાઇ તેમજ 1.4 મીટરનું સરેરાશ ડ્રાફ્ટ ધરાવતી IB અદ્દભુત સ્કીપિંગ, ગતિશીલતા ધરાવે છે. તેની મહત્તમ સ્પીડ 45 નોટિકલ માઇલ (83 કિ.મી./ કલાક) છે. 500 નોટિકલ માઇલની રેન્જ સુધી જવાની ક્ષમતા ધરાવે છે.
(સંકેત)