ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી
- ગુજરાતમાં આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે
- આજથી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે
- રવિવારે નલિયામાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ હતી
અમદાવાદ: ગુજરાતીઓને કડકડતી ઠંડીમાંથી હવે રાહત મળવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, 24 કલાક સુધી લઘુતમ તાપમાનમાં કોઇ ફેરફારો થશે નહીં. ત્યારબાદ આજથી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. ત્યારબાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધતું જશે અને ઠંડી ઘટતી રહેશે.
રવિવારના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 13.8 ડિગ્રી હતી પરંતુ પવનના કારણે વધારે ઠંડીનો અનુભવ થયો હતો. ગાંધીનગરમાં અમદાવાદ કરતા પણ વધુ 8.5 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 7 ડિગ્રી નોંધાઇ હતી.
માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધ ઘટ નોંધાઈ રહી છે. માઈનસ ચાર ડિગ્રીથી તાપમાનનો પારો ઊંચકાઈને 4.4 ડિગ્રી નોંધાયો હતો. તેમાં છેલ્લા બે દિવસ દરમિયાન તાપમાન બે ડિગ્રી બાદ આજે ફરીથી ઝીરો ડિગ્રી સાથે ઠંડીમાં વધારો નોંધાયો છે. જોકે, વધુ ઠંડીમાં સહેલાણીઓ પણ વધારે મઝા માણી રહ્યા છે.
રાજયમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતાં આગામી ચારેક દિવસ લઘુતમ તાપમાનમાં એકાદ-બે ડીગ્રી સેલ્શ્યસનો ઘટાડો થવાની શકયતા છે. જો કે દિવસનું ઉષ્ણતામાન બે થી ચાર ડીગ્રી સેલ્શ્યસ વધીને 32થી 35 ડીગ્રી સેલ્શ્યસ સુધી પહોંચી જવાથી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થવાની શકયતા છે.
(સંકેત)