- એક તરફ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર જીમ ફરીથી શરૂ થયા
- તો બીજી તરફ AMCએ કહ્યું કે જો જીમ ખોલવામાં આવશે તો કાર્યવાહી થશે
- નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ જીમનેશયમ ખોલી નહિ શકાય
અમદાવાદ: કોરોનાના સતત વધતા કેસ વચ્ચે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ, ગાર્ડન અને જીમ બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. AMCએ 17મી માર્ચના રોજ અમદાવાદ શહેરના ક્લબ અને તમામ જીમ બંધ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ નવો ઓર્ડર ના થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા હુકમ કર્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા આવતા તમામ જીમ ફરીથી ધમધમતા થયા છે.
બે દિવસથી અમદાવાદમાં જીમ ખોલવા મુદ્દે ભારે અનિશ્વિતતાની સ્થિતિ પ્રવર્તી રહી છે. પોલીસ કમિશનરના આદેશથી સંચાલકો જીમ ખોલી રહ્યા છે તો બીજી તરફ AMCએ જીમ ખોલશે તો કાર્યવાહી કરશે તેવું નિવેદન આપ્યું છે.
અમદાવાદમાં જીમ ખોલવા અંગે સંચાલકોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. જીમ બંધ કરવાનો આખરી આદેશ AMCએ આપ્યો હતો. જો કે, બે દિવસથી શહેરમાં અનેક જીમ ફરીથી ખૂલી રહ્યાં છે. જીમ બંધ કરવાના આદેશ કરનારા amc ની જિમ ખોલવા અંગે કોઈ સ્પષ્ટતા નથી. Amc ના અધિકારીઓ હાલ આ મુદ્દે કંઈપણ કહેવા પણ તૈયાર નથી.
તો અમદાવાદ શહેરમાં ખૂલી રહેલા જીમ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, અમે જીમ ખોલવા માટેનો કોઈ જ આદેશ આપ્યો નથી. વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, અમદાવાદમાં જીમ બંધ રાખવાનો આદેશ યથાવત જ છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ જીમનેશયમ ખોલી નહિ શકાય.
(સંકેત)