- સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં
- કોરોનાને નિયંત્રિત કરવા હિંમતનગરનું કાણીયોલ ગામ 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે
- માત્ર સવાર સાંજે 2 કલાક આવશ્યક ચીજ વસ્તુઓ માટે દુકાનો ખુલશે
હિંમતનગર: સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ગામડાઓ હવે સ્વંયભૂ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે. માત્ર સવાર સાંજે 2 કલાક આવશ્યક ચીજ વસ્તુઓ માટે દુકાનો ખુલશે.
સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તેને અંકુશમાં લાવવા માટે ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધ્યા છે. અત્યારસુધીમાં સાબરકાંઠા જીલ્લામાં 5000 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે.
જીલ્લાના મુખ્યમથક હિંમતનગરના કાણીયોલ ગામમાં વધતા કોરોના કેસને અટકાવવા માટે ગામને સાત દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. ગામના આગેવાનોએ બેઠક કરી ગ્રામજનોની સુખાકારી માટે સાત દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં આશરે 2200 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામમાં વસતા ગ્રામજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંક્રયેલ છે ત્યારે ગામમાં સ્થાનિકોને કોરોના કેસ પોઝિટિવ આવ્યા છે અને કોરોના સંક્રમણ વધે નહીં એ માટે ગ્રામજનોએ સાત દિવસ ગામ સ્વંયભુ સજ્જડ બંધ પાળ્યું છે.
ગામમાં આવેલી તમામ દુકાનો પણ બંધ રહશે. અને આવશ્યક ચીજ વસ્તુની દુકાન સવાર સાંજ બે બે કલાક શરૂ રહેશે ત્યારબાદ તમામ દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે ત્યારે આજથી અમલ થયેલ સ્વંયભુ બંધનું ચુસ્ત પણે અમલ જોવા મળી રહ્યો છે.
(સંકેત)