Site icon Revoi.in

સકારાત્મક્તાના પ્રસાર માટેની પહેલ: ચાલો સૌ કોઇ કોરોનાની ચેઇન તોડવાનો લઇએ સંકલ્પ

Social Share

અમદાવાદ: નમસ્કાર મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે રોજ સવાર પડે અને નવા નવા આઘાતજનક સમાચારો આવતા જ રહે છે પરિણામે ચારે તરફ નિરાશાનું વાતાવરણ બની રહ્યું છે. સરકાર, સેવાભાવી સંસ્થાઓ સહિત બધા સ્થિતિને કાબૂમાં લેવા પોતપોતાના સ્તરે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે વ્યક્તિગત રીતે પણ આ સમાજ માધ્યમ( સોશિયલ મીડિયા યુ નો)નો ઉપયોગ ટીકા ટિપ્પણીઓ અને નકારાત્મકતા ફેલાવવાથી દુર રહીને ના કરી શકીએ?

વીડિયો મારફતે કોરોનાની ચેઇન તોડવાનો લઇએ સંકલ્પ

આ સંદર્ભે એક વિચાર એવો છે કે દરેક વ્યક્તિ પોતે એક નાનો વિડિયો બનાવે અને એ પોતાના જેટલા સમાજ માધ્યમો છે એના પર મૂકે. આ વીડિયોમાં અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર ના નીકળવાનો અને કોરોનાની ચેઈન તોડવાનો સંકલ્પ લેવો. હું આ પોસ્ટમાં નીચે એ સંકલ્પનો એક નમૂનો મૂકું છું એના આધારે અથવા એમા ફેરફારો કરીને પણ વિડીયો બનાવી શકાય. આ સંકલ્પ વ્યક્તિગત કે કુટુંબીજનો સમૂહમાં પણ કરી શકે. શરત એક જ છે કે લીધેલા સંકલ્પનું ગંભીરતાથી પાલન પણ કરવું જ રહ્યું. તો હવે વિચારો છો શું? ચાલો જોડાઈ જાઓ.

સંકલ્પ સંદેશનો નમૂનો

નમસ્કાર મિત્રો/ હેલ્લો ફ્રેન્ડ્સ, હું છું……….આપણે સહુ આજે એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, કોરોનાને આગળ વધતો રોકવો જ પડશે, આથી હું સંકલ્પ લઉં છું કે અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નહી નીકળું,કોરોનાની ચેઈન તોડીને જ રહીશ.મારા સ્નેહીજનો અને સહુ ભાઈબહેનોની કોરોનાથી રક્ષા કરીશ. આવો જ સંકલ્પ તમે પણ લો કે આપણે સહુ સાથે મળીને કોરોનાની ચેઇનને તોડીશું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.

ડૉ. શિરીષ કાશીકર