Site icon Revoi.in

હવે તમે ઘરે બેઠાં જ બનાવી શકશો લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ

Social Share

અમદાવાદ: કેટલાક લોકો વાહન તો ચલાવી જાણે છે પરંતુ તેઓ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી હોતું અને લાઇસન્સ વગર વાહન હંકારવુ એ ગેરકાયદેસર છે. જો કે હવે આવા લોકો માટે સારા સમાચાર છે. હવે, તેઓએ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનોની અસ્થાયી નોંધણી માટે જીલ્લા પરિવહન કચેરી તેમજ પ્રાદેશિક પરિવહન કચેરીના ચક્કર નહીં લગાવવા પડે. હવે તમે આધારકાર્ડની મદદથી ઘરે બેસીને આ કાર્ય કરી શકશો. કેન્દ્ર સરકારે પરિવહન સંબંધિત 16 સુવિધાઓ માટે ઓનલાઇન સેવા શરૂ કરી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આધારકાર્ડ ચકાસણી કર્યા પછી, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનની નોંધણી માટે અન્ય કોઇ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. આ ઓનલાઇન સુવિધાના અમલ માટે સરકારની મંજૂરી મળી ગઇ છે. આનાથી રાજ્યોના કામમાં પારદર્શિતા આવશે અને છેતરપિંડી પણ અટકશે.

આ 16 સુવિધાઓ કરાશે ઓનલાઇન

નવું લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ

ડ્રાઇવિંગ લાઇસન્સનું નવીકરણ

ડુપ્લિકેટ ડી.એલ.

ડ્રાઇવિંગ લાઇસન્સના સરનામામાં ફેરફાર

વાહન નોંધણીનું પ્રમાણપત્ર

આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગની પરમિટ

ટેમ્પરરી સેવાઓ

વાહન નોંધણી

રજીસ્ટ્રેશન માટે NOC

ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ

વાહન ટ્રાન્સફર

(સંકેત)