Site icon Revoi.in

વડનગરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા સહિતનો મળ્યો ખજાનો

Social Share

અમદાવાદ: ગુજરાતના વડનગરમાં પ્રાયોગિક સંગ્રહાલયની જગ્યા પર હાલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. અહીંથી ખોદકામ કરી રહેલી ટીમને ખજાનારૂપે કેટલીક જૂની વસ્તુઓ મળી છે. ટીમને સાઇટ પરથી 6 સિક્કા અને ભેગી કરેલી કોડીઓ મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અહીંથી મળેલા સિક્કા બહુ જ જૂનો ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં સોનાનો સિક્કો 15મી સદીના ઇજિપ્તના મામેલુકે વંશનો હોવાનું માલુમ પડ્યું છે. આ સિક્કો પ્રાચીન શહેર વડનગરમાંથી વિદેશોમાં થતા વેપારના જોડાણની વ્યવસ્થાને દર્શાવે છે.

ASI ટીમ દ્વારા બુધવારે વડાપ્રધાન મોદીના જન્મ સ્થળ વડનગરમાં ચાલી રહેલી મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા માટે આવેલા કલ્ચરના સેક્રેટરી રાઘવેન્દ્ર સિંઘને આ સિક્કા બતાવવામાં આવ્યા હતા.

રાઘવેન્દ્ર સિંઘની મુલાકાત દરમિયાન એ વાત પર ચર્ચા કરવામાં આવી હતી કે 500 વર્ષ પહેલા કોડીનો ઉપયોગ ઓછા મૂલ્યની મુદ્દાઓના રુપમાં કરવામાં આવતો હતો. ઘણી પુરાતત્વિય સાઈટ પર વિખેરાયેલા ગૌવંશ પણ મળ્યા છે, જ્યાંથી ટીમને કોડીઓ ભરેલું એક માટીનું વાસણ મળ્યું છે- કોડીઓ અને સિક્કાઓ મળી આવતા પ્રાચિન સમયમાં રુપિયાને દાડવાની પદ્ધતિ તરફ ઈશારો કરે છે.

આ સિવાય કેશમાં 100 સિક્કાના બે વાસણ મળ્યા છે, જેમાંથી એકમાં 50, બીજામાં 70 અને અન્ય વાસણમાં 20 સિક્કા ભરેલા મળ્યા છે. આ વડનગરમાં ચાલતી શોધખોળ દરમિયાન મળેલો મોટો કેશ જથ્થો છે, અહીં 6 સાઈટ પર ખોદકામ ચાલી રહ્યું છે. અહીંથી શોધવામાં આવેલા સિક્કાને સંગ્રહાલયમાં લોકો માટે રજૂ કરવામાં આવશે.

2015 અહીં ASI ટીમ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં પ્રાચિન સભ્યતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં બૌદ્ધ ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો- માનવામાં આવે છે કે તે 2,000 કરતા વધુ વર્ષોથી અહીં છે. માનવામાં આવે છે કે ચીનના પ્રવાસી હ્યુએન ત્સાંગ દ્વારા આ શહેરની મુલાકાત 7મી સદીમાં લેવામાં આવી હતી.

(સંકેત)