Site icon Revoi.in

માર્ચમાં આ 4 દિવસ જાહેર ક્ષેત્રની બેંકો રહેશે બંધ, કર્મચારીઓ હડતાળમાં જોડાઇ શકે

Social Share

અમદાવાદ: જો તમારું ખાતું જાહેર ક્ષેત્રની કોઇ બેંકોમાં હોય તો, 13 માર્ચથી 16 માર્ચ સુધી, એમ ત્રણ દિવસ સુધી કોઇ બેન્કિંગ કામકાજ કરવાનું ટાળજો. મહાગુજરાત બેંક એમ્પલોયી અસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુજરાતભરની 18 હજાર શાખાઓના આશરે 55 હજાર જેટલા કર્મચારીઓ 15 અને 16 માર્ચે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળમાં જોડાવાનું આયોજન કરી રહ્યા છે.

13મી માર્ચે બીજો શનિવાર તેમજ 14મી માર્ચે રવિવાર હોવાથી, બેંકો વીકએન્ડમાં બંધ રહેશે તેવી શક્યતા છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ધ યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયને બે દિવસીય હડતાળની જાહેરાત કરી છે. બેંકોનું સંગઠન જાહેરક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં છે. વાત એમ છે કે, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021ની રજૂઆત કરતાં બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બે બેંકોનું ખાનગીકરણ સરકારની વિનિવેશ યોજના હેઠળ કરવામાં આવશે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયી અસોસિએશનના મહાસચિવ સી એચ. વેંકટચલમના જણાવ્યા પ્રમાણે, મંગળવારે હૈદરાબાદમાં UFBUની બેઠક યોજાઈ હતી. જેમાં બેંકોના ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, બેઠકમાં કેન્દ્ર સરકારના બજેટમાં સુધારાને લઈને કરવામાં આવેલી વિવિધ જાહેરાતો પણ ચર્ચા થઈ. તેમાં IDBI બેંક અને જાહેરક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ, બેડ બેંકની સ્થાપના, એલઆઈસીમાં વિનિવેશ, એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ, ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 74 ટકા સુધીની એફડીઆઈની મંજૂરી અને જાહેરક્ષેત્રના ઉપક્રમોનું વેચાણનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, આ પગલું કર્મચારીઓના હિતના વિરુદ્ધમાં છે. તેથી તેનો વિરોધ કરવાની જરૂર છે.

(સંકેત)