- ગુજરાતની જનતાને કોરોના મહામારી વચ્ચે હવે મોંઘવારીનો માર સહન કરવો પડશે
- ST નિગમે રાજકોટથી-અમદાવાદ ST બસના ભાડામાં 4 રૂપિયા જેટલો વધારો કર્યો
- બસનું 4 કિમીનું અંતર વધવાથી ભાડામાં વધારો કરવામાં આવ્યો
રાજકોટ: ગુજરાતમાં હાલમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને ખાસ કરીને કોરોના મહામારીને કારણે ધંધા-રોજગાર પ્રભાવિત થયા છે. રાજ્યની જનતા એક તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે હવે રાજકોટથી અમદાવાદ ST બસના મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યાં છે. રાજકોટથી અમદાવાદના ST ભાડામાં 4 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
કોરોના મહામારી વચ્ચે હવે જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. હવે ST વિભાગ દ્વારા રાજકોટથી અમદાવાદ જતી બસોના ભાડામાં 4 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત રાજકોટમાં હાલમાં નવા બની રહેલા સિવિલ હોસ્પિટલના બ્રિજના કારણે બસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આમ નવા બની રહેલા બ્રિજના કારણે ST બસને 4 કિલોમીટર જેટલું અંતર વધી ગયું છે.
આ કારણોસર ST નિગમ દ્વારા 4 કિમીનું અંતર વધવાથી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આમ સલામત સવારી, એસટી હમારીમાં ભાડું વધારી દેતા મુસાફરોને સહન કરવાનો વારો આવ્યો છે.
(સંકેત)