Site icon Revoi.in

ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંયા કરો ચેક

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગમાં નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટે સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આવી જ રીતે માહિતી નિયામક કચેરીમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-1ની સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક નિયામક (સંપાદન) વર્ગ-2ની સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરીક્ષા તા. 27મી જૂનના રોજ યોજાઈ હતી. જેની આન્સર કી તા. 29મી જૂનના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જ્યારે ફાઈનલ આન્સર કી તા. 21મી જુલાઈના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ પરીક્ષામાં લગભગ 490 ઉમેદવારો ઉતીર્ણ થયાં હતા. સંયુક્ત ભાગ-2 મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે પાત્ર થયેલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આવી જ રીતે માહિતી નિયમક કચેરી, ભરતી સમિતિ દ્વારા સિનિયર સબ એડીટર અને માહિતી મદદનીશ વર્ગ-1ની ભાગ-1 સંયુક્ત પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. તેમજ મુખ્ય પરક્ષામાં ઉપસ્થિત રહેવા માટે પાત્ર ઠરેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. લગભગ 1194 ઉમેદવારો ઉતીર્ણ થયાં છે.

બંને પરીક્ષાના રિઝલ્ટ ચેક કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો

રિઝલ્ટ-1 – સીનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ -3

રિઝલ્ટ-2 – નાયબ માહિતી નિયામક વર્ગ -1 અને સહાયક માહિતી નિયામક વર્ગ – 2