1. Home
  2. ગુજરાતી
  3. રૂપાણી સરકાર લવ જેહાદ બિલ રજૂ કરશે જાણો શું છે જોગવાઇ, સજા અને દંડ વિશે
રૂપાણી સરકાર લવ જેહાદ બિલ રજૂ કરશે જાણો શું છે જોગવાઇ, સજા અને દંડ વિશે

રૂપાણી સરકાર લવ જેહાદ બિલ રજૂ કરશે જાણો શું છે જોગવાઇ, સજા અને દંડ વિશે

0
Social Share
  • વિધાનસભા ગૃહમાં ચાલી રહ્યું છે બજેટ સત્ર
  • રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ બિલ રજૂ કરશે
  • આ કાયદા હેઠળ આરોપીને 5 વર્ષની કેદ અને રૂ.2 લાખના દંડની જોગવાઇ

ગાંધીનગર: વિધાન સભા ગૃહમાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ બિલ રજૂ કરશે. જેમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ.2 લાખ કરતાં ઓછો નહીં એટલા દંડની સજા થશે.

આ કાયદો પસાર થયા બાદ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકાશે. કોઇપણ સ્ત્રી સાથે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન એક ગુનો ગણાશે. એટલું જ નહીં, પરંતુ આવા લગ્ન કરનાર-કરાવનારા વિરુદ્વ પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.

બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખથી વધુના દંડની જોગવાઇ છે. સગીર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સ્ત્રીની સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

બિલની હાઇલાઇટ

– 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે
– લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે
– સગીર-અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે
– ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે
– ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરાયો
– બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
– કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
– લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી

કોઇ હશે ફરિયાદી

સ્ત્રી પક્ષના લોહી સંબંધના સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે. ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને DYSP કરશે જેમાં 3 થી 10 વર્ષની સજા અને રૂ.5 લાખનો દંડ થશે. લવજેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદઅને 2 લાખનો દંડ થશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code