Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિજીટલ પહેલ, હવે ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે

Social Share

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમના વિદ્યાર્થીઓ માટે એક ડિજીટલ પહેલ કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટમાં ક્યુઆર કોડ ઉમેરી દીધો છે. જેનાથી વિશ્વનાં કોઇ પણ ખૂણેથી નોકરી માટે વેરીફિકેશન કરી શકાશે. એટલું જ નહીં, ક્યુઆર કોડ સ્કેન કરવાથી વિદ્યાર્થીની તમામ માર્કશીટ દેખાશે અને ડાઉનલોડ પણ કરી શકાશે. રાજ્યમાં પ્રથમવાર કોઇ યુનિવર્સિટી દ્વારા આવી કામગીરી હાથ ધરાઇ છે. યુનિવર્સિટીની આ પહેલથી વિદ્યાર્થીઓને વેરિફિકેશન માટે હવે ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. હવે ક્યુઆર કોડ સ્કેન કરીને તમામ માર્કશીટ ડાઉનલોડ કરી શકાશે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં જોડાઇ ગઇ છે. હવે વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજીટલ રીતે સાચવશે અને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ ઓનલાઇન વેરિફિકેશન કરાવી શકશે. રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ એવી છે, જેમાં વિદ્યાર્થીનો કલર ફોટો, લેમિનેટેડ માર્કશીટ અને ક્યુઆર કોડ સાથેની માર્કશીટ આપવામાં આવી રહી છે.

હાલમાં વર્ષ 2019 પછીની તમામ માર્કશીટ ઓનલાઇન મળશે. ત્યારબાદ અન્ય વર્ષની માર્કશીટ મળી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નિતીન પેથાણીએ જણાવ્યું હતું કે, ક્યુઆર કોડ માર્કશીટમાં ઉમેરવામાં આવતા વિદ્યાર્થીઓ વિશ્વનાં કોઇ પણ ખૂણે નોકરી માટે જાય તો તેને વેરીફિકેશન કરાવવા ધક્કો નહિ ખાવો પડે. ઓનલાઇન વેરીફિકેશન થઇ જશે. સાથે જ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ વખતે પણ ઓનલાઇન જ વેરિફિકેશન થઇ જશે.

મહત્વનું છે કે, દેશની 600 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીનાં ડિજીટલ એકેડેમિક પ્રમાણપત્રો માટે એનએડીમાં નોંધણી કરાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ

દેશની 600 કરતા વધુ શૌક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીનાં ડિજીટલ એકેડેમિક પ્રમાણપત્રો માટે એનએડીમાં નોંધણી કરાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી સર્ટી ડિઝીટલ રીતે ઉપલ્બધ બનાવ્યા છે, જેથી એનએડીની વેબસાઇટ પર જઇને ઓનલાઇન વેરીફિકેશન કરી શકાશે.

(સંકેત)