- રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં લેવાયો અગત્યનો નિર્ણય
- રાજ્યમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરાશે
- શિક્ષણ વિભાગે જાહેર કરેલી SOPનું ફરજીયાત પાલન કરવું પડશે
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવશે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારે લીધેલા નિર્ણય બાદ હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીઓની સહમતિ જરુરી છે.
તે ઉપરાંત સરકારે 1 ફેબ્રુઆરીથી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગે જાહેર કરેલી SOPનું પાલન ફરજીયાતપણે કરવાનું રહેશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન અનુસાર ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ્યારે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કોલેજના પ્રથમ અને દ્વિતીય વર્ષના વર્ગો શરૂ કરવાને લઇને પણ આગામી સમયમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં હોસ્ટેલ શરૂ કરવાને લઇને પણ આગામી બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે.
(સંકેત)