1. Home
  2. ગુજરાતી
  3. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી, અમદાવાદના 48 વોર્ડ માટે EVM સોંપાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી, અમદાવાદના 48 વોર્ડ માટે EVM સોંપાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી, અમદાવાદના 48 વોર્ડ માટે EVM સોંપાયા

0
Social Share
  • હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચાલી રહી છે તડામાર તૈયારીઓ
  • અમદાવાદના 48 વોર્ડ માટે EVMની સોંપણી કરાઇ
  • EVMની સોંપણી પહેલા તેની ચકાસણી કરાઇ હતી

અમદાવાદ: હાલમાં વિધાનસભાની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવિપેટ નહીં હોય. જો કે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થતી હોય ત્યારે કોઇ ઉમેદવાર વાંધો ઉઠાવે તો વિવિપેટની કાપલીની ગણતરી કરવામાં આવતી હોય છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇવીએમમાં પડેલ ફાઇનલ મત હશે. જો કે ઇવીએમ મતદાન મથક લઇ જવાય પહેલા રાજકીય પક્ષોને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ ટેકનિકલ ક્ષતિ નથી તેની પણ ખરાઇ કરાઇ છે.

આ ચકાસણી કર્યા બાદ રિટનિંગ ઓફિસને તે સોંપવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના 16 રિટનિંગ ઓફિસરને પોતાના મથકના ઇવીએમ સોંપી દેવામાં આવ્યા છે. જે તે વિસ્તારના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને ઉમેદવાર ફાઇનલ થયા બાદ બીજા તબક્કાનું ચિંગ થશે. જો કે ઇવીએમની પોલીસ સુરક્ષા સાથે સલામત રાખવામાં આવશે.

અમદાવાદ કલેકટર સંદીપ સાગલે જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 16 રિટનિંગ ઓફિસને જવાબદારી સોંપવામાં આવી છે. જેને પહેલા તબક્કાનું ઇવીએમની તાપસ થયા બાદ રિટનિંગ ઓફિસને ઇવીએમ સોંપવામાં આવ્યા છે. તેમજ મતદાન મથક ઉપરની તૈયારી શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડ માટેની તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ શહેરના 48 વોર્ડના 16 રિટર્નિંગ ઓફિસરને કામગીરી સોંપવામાં આવી છે. 192 બેઠકના અંદાજે 4550 મતદાન મથકો પર ચૂંટણીલક્ષી કામગીરી માટે 28,000થી વધુ પોલિંગ સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરી માટે આપવામાં આવી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code