- ગુજરાત થયું વધુ એક વખત ગૌરવાન્તિત
- સુરતમાં બન્યું દેશનું સૌપ્રથણ ઑક્શન હાઉસ
- આ ઑક્શન હાઉસમાં હીરાની થશે હરાજી
નવી દિલ્હી: ગુજરાત વધુ એક વખત ગૌરવાન્તિત થયું છે. દેશનું સૌપ્રથમ ઓક્શન હાઉસ બનીને તૈયાર થઇ ગયું છે. ગુજરાત માટે ગર્વની બાબત એ માટે છે કે આ ઓક્શન હાઉસ સુરત શહેરમાં બન્યું છે. આલિશાન બનાવાયેલા આ ઓક્શન હાઉસનું એક દિવસનું ભાડુ જ એક લાખ રૂપિયા છે. 16 ઑગસ્ટના રોજ આ ઑક્શન હાઉસનું ઉદ્ઘાટન થશે.
GJEPC દ્વારા વેસુ વિસ્તારના ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. આ ઑક્શન હાઉસમાં ડાયમંડની હરાજી કરવામાં આવશે. જેમાં પોલિશ્ડ ડાયમંડ, જ્વેલરી અને જેમ્સ સ્ટોનની ખરીદી, વેચાણ અને હરાજી કરાશે. દેશના પહેલા ઑક્શન હાઉસનું પહેલું બુકિંગ 18 ઑગસ્ટના રોજ થઇ ચૂક્યું છે.
ઓક્શન હાઉસની ખાસિયત
એક દિવસનું ભાડુ 1 લાખ રૂપિયા
4 કરોડના ખર્ચે બનાવાયું
ઓક્શ હાઉસ 2200 સ્ક્વેરફૂટમાં નિર્માણ પામ્યું
તેમાં કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટીવ ઓફિસ, નવરત્ન ગેલેરી, સેઈફ ડિપોઝીટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા
સરકારની ગાઈડલાઈન મુજબ તેનુ બાંધકામ કરાયુ છે
નોંધનીય છે કે, સરકારની ગાઇડલાઇન અનુસાર તેનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ ઑક્શન હાઉસ તૈયાર થવાથી વેપારીઓને વિશેષ લાભ થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જ્વેલરીના વેપારીઓ માટે પણ ઑક્શન હાઉસ ઉપયોગી બની રહેશે.