Site icon Revoi.in

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટ્રેડ ફેરનો શુભારંભ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયો

Social Share

અમદાવાદ: આજે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31મો ટ્રેડ ફેર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે અમદાવાદ તાજ હોટલ ખાતે કરવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતે 5મી ઓગષ્ટ થી 7 ઓગષ્ટ સુધી બી ટુ બી ટ્રેડ ફેર યોજાશે જેમાં 3500 થી પણ વધુ બાયરો આવવાની શકયતા છે. કોરોના મહામારીને કારણે ઇન્ડસ્ટ્રીઝને ઘણુ નુકશાન થયું છે પરંતુ આ બી ટુ બી ટ્રેડથી ઉદ્યોગકારોને ફાયદો થવાની આશા છે.

આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યું કે આમ તો ટેકસાટાઇલને યાદ કરીએ એટલે આપણને માનચેસ્ટર યાદ આવે. પણ માનચેસ્ટર ધીમે ધીમે બદલાયું અમદાવાદ થી સુરત આવ્યું અને હવે સંયુકત બંને શહેરને માનચેસ્ટર કહેવુ પડે તેની સ્થિતિનું નિર્માણ પામ્યુ છે. ટેકસટાઇલના ઉદ્યોગકારે પોતાની રીતે પ્રોડકશન વધારીને તેમણે જે રીતે નિર્માણ કર્યુ છે તેના કારણે માનચેસ્ટર કરતા વધારે પ્રોડકશન અને વિવિધ પ્રકારની કવોલીટી અંહી બનાવાની શરૂ થઇ છે. ટેક્સટાઇલ બિઝનેઝમાં ખુબ ઉતાર ચઠાવ જોવા મળ્યો. તે ઉપરાંત  જણાવ્યું કે ગારમેન્ટ ઉદ્યોગ આવનાર સમયમાં બહુ કાઠું કાઠશે, સરકારે ગારમેન્ટ ઉદ્યોગને બહુ રાહતો આપી છે સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી  નાના અને મધ્યમ ઉદ્યોગોનું બહુ ધ્યાન રાખે છે. ટેકસાઇટલ ઉદ્યોગ વધુમાં વધુ સંખ્યામાં રોજગારી આપે છે.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મહેસુલ મંત્રી કૌશીકભાઇ પટેલ જણાવ્યું કે ગુજરાત રાજયને મોડલ સ્ટેટ બનાવવા ગારર્મેન્ટ ઓસોસિએશનનો સિંહ ફાળો રહ્યો છે. ગારમેન્ટ એસોસિએશનના 17 થી 18 કાર્યક્રમમાં મે હાજરી આપી છે એટલે મને મારા પરિવાર જેવી લાગણી થાય છે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ગુજરાત સરકારના મહેસુલ મંત્રી કૌશિક પટેલ,પ્રદેશ સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, ગુજરાત પ્રદેશ વ્યાપાર સેલના સંયોજક અને ગુજરાત ગાર્મેન્ટ એસોસિએશનના પ્રમુખ વિજય પુરોહીત, શહેર મહામંત્રી ભુષણ ભટ્ટ સહિતના પદાધિકારી અને કાર્યકરો અને જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝના ટોચના 150થી વઘુ વેપારીઓ હાજર રહ્યા હતા.