Site icon Revoi.in

હવે બિનજરૂરી વીજળીનો વપરાશ તમને મોંઘો પડશે, ફ્યૂઅલ સરચાર્જમાં થયો આટલો વધારો

Social Share

અમદાવાદ: ગુજરાતના વીજ ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર છે. હવે રાજ્યમાં વીજળીનો બેફામ વપરાશ કરતા લોકોએ સાવધ રહેવું પડશે. કારણ કે, જો તમે જરૂરિયાત કરતાં વધુ વીજ વપરાશ કરશો તો તમારા ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. હવે બિનજરૂરી લાઇટ, પંખા, ACનો ઉપયોગ કરશો તો વધુ રૂપિયા ચૂકવવાની નોબત આવશે.

એક તરફ જ્યારે ઇંધણ અને જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં તેજી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ હવે વીજ ગ્રાહકોના વીજબીલમાં પણ વધારો થઇ શકે છે. જેના કારણે રાજ્યના 1.40 કરોડ જેટલા ગ્રાહકોને આ ભાવ વધારાની અસર થઇ શકે છે.

આપને જણાવી દઇએ કે હાલમાં વીજ ગ્રાહકો પર મહિને 88 કરોડનો બોજો છે. એવામાં યુનિટ દીઠ ફ્યૂલ સરચાર્જમાં 10 પૈસાનો વધારો કરવામાં આવતા હવે વીજ બીલ મોંઘું થઇ શકે છે. એટલે કે યૂનિટ દીઠ ફ્યૂઅલ સરચાર્જ 1.80ની જગ્યાએ હવે 1.90 થઇ જશે.

મહત્વનું છે કે, રાજ્યમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. બીજી તરફ CNG, PNG પણ તેજી તરફ આગળ વધી રહ્યા છે. ખાદ્યતેલ, રાંધણ ગેસના સિલિન્ડર સહિત અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારાથી સામાન્ય પ્રજા કમરતોડ મોંઘવારીનો માર સહન કરી રહી છે. આ વચ્ચે હવે વધુ વીજબીલ પણ વીજ ગ્રાહકો પર વધુ બોજરૂપ બનશે.