Site icon Revoi.in

જામનગર મનપા ચૂંટણીનું મતદાન સંપન્ન: 6 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન

Social Share

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનું મહાપર્વ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઇ થઇ ચૂક્યું હતું જે હવે પૂર્ણ થયું છે. જામનગરમાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે સાંજે 6 વાગ્યા સુધી એકંદરે સરેરાશ 50 ટકા મતદાન થયું છે.

મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપ, 566 કોંગ્રેસ, 91 NCP, 470 AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે. 6 મહાનગરોમાં મતદાન માટે 11 હજાર 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.

જાણો જામનગર મહાનગરપાલિકા ચૂંટણીના મતદાનના આંકડાઓ

કેટલું મતદાન થયું

 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરમાં 645 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. બપોરે 4 વાગ્યા સુધીમાં જામનગરમાં 39 ટકા મતદાન થયું છે. પહેલા 1 કલાકમાં માત્ર 3 ટકા મતદાન થયું હતું. પરંતુ ધીરે ધીરે મતદારોમાં મતદાન પ્રત્યેનો જુસ્સો અને ઉમંગ જોવા મળી રહ્યા છે. યુવાનોથી માંડીને વડીલો તેમજ દિવ્યાંગો લોકશાહીના આ પર્વની ઉજવણી કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.

જાણો ક્યાં વોર્ડમાં કેટલું મતદાન થયું

જામનગર મતદાન માટેની લાઇવ અપડેટ્સ

વડીલો અને દિવ્યાંગો લોકશાહીના પર્વની ઉજવણી કરવા પહોંચ્યા અને કર્યું મતદાન

જામનગરના વોર્ડ નં-7ના ઉમેદવાર ગોપાલ સોરઠીયાએ બંને પગમાં ફેક્ચર હોવાથી વ્હીલચેરની મદદથી મતદાન કર્યું છે. ચૂંટણી પહેલા અકસ્માત થતાં આ ઉમદેવારને બન્ને પગે ફ્રેક્ચર થયું હતું. તેઓ વોર્ડ નંબર 8માં આવેલી હરિયા સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા છે. આ સિવાય એક પ્રૌઢ મહિલાને તેના કુટુંબીજનો ઊંચકીને મતદાન કરવા માટે મતદાન મથકે પહોચ્યા હતા. શહેરમાં દીવ્યાંગોએ પણ વોટીંગ કરીને અન્ય શહેરીજનોને વોટીંગ કરવા માટે પ્રેરણા આપી છે.

જામનગર મહાનગર પાલિકા માટે પણ મતદાન થઇ રહ્યું છે. જામનગર મનપા ચૂંટણી માટે 645 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 8 વાગ્યા સુધીમાં એટલે કે પ્રથમ કલાકમાં 3 ટકા મતદાન થયું છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ પરિવાર સાથે મતદાન કર્યું છે. તેમણે વોર્ડ નં.5માં શિશુ વિહાર સ્કૂલમાં મતદાન કર્યું છે. જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

જામનગરના કલેકટર, શહેર પ્રમુખ, રાજ્યમંત્રી, પૂર્વ મેયર સહીતના લોકોએ પણ સવારે મતદાન કરીને લોકોને વોટીંગ કરવાની અપીલ પણ કરી છે. જામનગરના 16 વોર્ડ પૈકી 7 થી 10 વાગ્યા સુધીમાં કુલ 4.92 ટકા મતદાન થયું છે. જે પૈકી સૌથી વધુ વોર્ડ નં-1માં 6.38% મતદાન થયું છે. જે પૈકી 1416 પુરુષો અને 682 સ્ત્રીઓએ અત્યાર સુધી મતદાન કર્યું છે. જયારે વોર્ડ નં-9માં સૌથી ઓછુ 2.80% મતદાન થયું છે. સવારથી જ ઉત્સાહ સાથે લોકો મતદાન કરી રહ્યા છે.

જામનગર શહેરમાં કુલ 16 વોર્ડ પૈકી 250269 પુરુષ મતદારો છે જયારે 238727 સ્ત્રી મતદારો છે. જામનગરમાં કુલ 488996 મતદારો છે. જે પૈકી 16271પુરુષોએ અને 7799 સ્ત્રીઓએ મતદાન કર્યું છે. જામનગરમાં કુલ 4.92% મતદાન થયું છે.

(સંકેત)