Site icon Revoi.in

અમદાવાદ શહેરમાં 16 સ્થળોએ પાણીના ATM, નજીવા દરે પીવાનું શુદ્વ પાણી મળશે

Social Share

નવી દિલ્હી: તમે સૌ કોઇ બેંક એટીએમથી પરિચીત છો, પરંતુ તમે ક્યારેય વોટર એટીએમ વિશે સાંભળ્યું છે. જી હા, પરંતુ આ હકીકત છે. AMCએ અમદાવાદ શહેરના 16 જાહેર સ્થળો પર વોટર એટીએમનો પાયલોટ પ્રોજેક્ટ મૂક્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં હવે વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે. માત્ર નોર્મલ ચાર્જ સાથે શુદ્વ પીવાનું પાણી મળશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક સ્માર્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયા છે ત્યારે વધુ એક ઉપયોગી કામ અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું છે. ઉનાળાની સિઝનમાં પાણી પીવા પર વધુ ભાર મૂકાય છે. ત્યારે રાહદારીઓને ઓછી કિંમતમાં અને શુદ્વ RO પાણી મળી રહે તે માટે AMCએ વ્યવસ્થા ઉભી કરી છે.

શહેરમાં હાલ પાયલટ પ્રોજેક્ટ તરીકે શહેરના ગાર્ડન અને જાહેર રસ્તાઓ પર વોટર એટીએમ પીપીપી મોડલ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. હાલ પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે પરંતુ સામાન્ય જનતા માટે હજુ ખુલ્લો મૂકાયો નથી.

AMC દ્વારા શહેરમાં વોટર ATM યોજના બનાવાઇ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આ શરૂ કરવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં શહેરમાં 16 સ્થળો પર વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે. 200 ml, 1 લીટર, 5 લીટર અને 20 લીટરની મર્યાદામાં પાણી મળશે. માત્ર 2 રૂ, 5 રૂ, 15 રૂ અને 25 રૂપિયાનો ચાર્જ નિર્ધારિત કરાયો છે.

અન્ય રાજ્યના કેટલાક શહેરમાં હાલ વોટર એટીએમ ચાલી રહ્યા છે ત્યારે હવે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટર એટીએમ મૂકી શહેરના અનેક લોકોને માત્ર નજીવા દરે શુદ્વ પીવાનું પાણી મળી રહેશે.

(સંકેત)