Site icon Revoi.in

અમદાવાદથી વિમાન મુસાફરોની સંખ્યામાં જાન્યુઆરીમાં 52% નો ઘટાડો નોંધાયો

Social Share

અમદાવાદ: કોરોના સંક્રમણમાં અગાઉ કરતાં ઘટાડો થયો હોવા છતાં હજુ ફ્લાઇટથી મુસાફરી કરનારાઓની સંખ્યા સાધારણ જોવા મળી રહી છે. અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી. જે જાન્યુઆરી 2020 કરતાં 52 ટકા ઓછા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ ખાતેથી જાન્યુઆરી 2021માં 35,475 જ્યારે જાન્યુઆરી 2020માં 2,18,482 વિદેશી મુસાફરોની અવર જવર હતી. આમ, વિદેશ માટે હાલમાં નિયમિત ફ્લાઇટ નહીં હોવાથી ગત વર્ષની સરખામણીએ વિદેશી મુસાફરોની સંખ્યામાં ગત વર્ષ કરતાં 83.30 ટકાનો ઘટાડો થયો છે. વિદેશ માટેની ફ્લાઇટની અવર-જવર જાન્યુઆરી 2020માં 1331 જ્યારે જાન્યુઆરી -2021માં 73 ટકા ઘટીને 3.79 હતી.

જાન્યુઆરી 2021ની વાત કરીએ તો કુલ 5122 ડોમેસ્ટિક ફ્લાઇટમાં 4,88,399 મુસાફરોની અવર-જવર હતી. આમ, જાન્યુઆરીમાં અમદાવાદ અવર-જવર કરતી ફ્લાઇટમાં હાલ સરેરાશ 95 મુસાફરો હોય છે. બીજી તરફ જાન્યુઆરી-2020માં 6783 ફ્લાઇટમાં 2,18,482 મુસાફરોની અવર-જવર હતી. આમ, ગત વર્ષ કરતાં ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં 44.20 ટકાનો ઘટાડો નોંધાયો છે.

(સંકેત)