વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવો છો? રજીસ્ટ્રેશનના નામ પર ડેટા ચોરી ન થાય તેનું રાખો ધ્યાન
- વેક્સિન રજીસ્ટ્રેશનના નામે ડેટા ચોરી??
- અજાણી જગ્યા પર રજીસ્ટ્રેશન કરવતા પહેલા રાખો ધ્યાન
- ડેટા ચોરી ન થાય તે માટે આ વસ્તુ પર આપો ધ્યાન
અમદાવાદ: દેશમાં જેમ જેમ કોરોનાવાયરસની સ્પીડ વધે છે તેમ સરકાર દ્વારા વેક્સિનની પ્રક્રિયા પર પણ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પણ આવામાં કેટલાક લોકો દ્વારા વેક્સિન રજીસ્ટ્રેશનના નામે અંગત ડેટાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે 1 મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે.
આ દરમિયાન કેટલાક ફેક મેસેજ પણ લોકોને મળી રહ્યાં છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. જે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સને CoVID-19 ફ્રી વેક્સીન રજિસ્ટ્રેશન એપના નામથી મેસેજ મળી રહ્યો છે. આ નવો માલવેર યૂઝર્સને અનધિકૃત લિંક પર ટેપ કરવા અને CoVID-19 વેક્સીનેશન રજિસ્ટ્રેશન એપ ડાઉનલોડ કરવા કહે છે.
લોકોએ વધારે સતર્ક થવુ જોઈએ. ડેટાની ચોરી કરનાર એપનું નામ છે SMS Worm છે. આ નવો માલવેર છે જે ટેક્સ્ટ મેસેજ દ્વારા યૂઝર્સના ડિવાઈસમાં ફેલાય છે અને તેમની કોન્ટેક્ટ ડિટેલ ચોરી કરે છે. પહેલાં આ એપ્લિકેશનનું નામ Covid-19 હતું પરંતુ હવે તેનું નામ બદલીને Vaccination Register કરવામાં આવ્યું છે. સંશોધનકર્તાના કહેવા પ્રમાણે તે તમારા ફોનના બંને SIMને ટાર્ગેટ કરે છે. તેથી સાવચેત રહેવાની જરૂર છે.
માલવેરને ટાળવાનો શ્રેષ્ઠ અને સૌથી સહેલો રસ્તો એ છે કે કોઈ પણ અનધિકૃત સોર્સ અથવા વેબસાઇટ પરથી એપ્લિકેશનને ડાઉનલોડ ન કરવી. તેમજ જો તમને એસએમએસ દ્વારા કોઈ લિંક પ્રાપ્ત થઈ છે જ્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, તો તેના પર ધ્યાન આપવુ નહી.