અમદાવાદઃ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ઈજનેરી, ફાર્મસી સહિત વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે નર્સિંગ, ફિઝોયો થેરાપી સહિત પેરા મેડિકલની વિદ્યાશાખાઓમાં પણ પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને નીટના મેરીટને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં બીએસસી નર્સિંગની 400 સરકારી તથા 14115 સેલ્ફ ફાઇનાન્સ બેઠકો છે. જીએનએમની 915 સરકારી, 18380 સેલ્ફ ફાઇનાન્સ બેઠક છે. એએનએમની સરકારી 650 અને સેલ્ફ ફાઇનાન્સની 10190 બેઠકો ઉપલબ્ધ છે.
રાજ્યમાં નર્સિંગ-ફિઝિયોથેરાપી સહિતના પેરા મેડિકલની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની ઓનલાઇન રજિસ્ટ્રેશન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આવતી કાલે તા.4થી જુલાઈથી ઓન લાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ થશે. જે 15મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. ઉપરાંત 5મીથી 16 જુલાઈ દરમિયાન હેલ્પ સેન્ટર ખાતે અરજી કરવા માટેની તેમ જ અસલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી માટેની પ્રક્રિયા હાથ ધરાશે.
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં બીએસસી નર્સિંગની 400 સરકારી તથા 14115 સેલ્ફ ફાઇનાન્સ બેઠકો છે. જીએનએમની 915 સરકારી, 18380 સેલ્ફ ફાઇનાન્સ બેઠક છે. એએનએમની સરકારી 650 અને સેલ્ફ ફાઇનાન્સની 10190 બેઠકો ઉપલબ્ધ છે. એ જ રીતે બીપીટીની સરકારી 380 અને 4555 સેલ્ફ ફાઇનાન્સ બેઠક છે. બીપીઓની 10, બીઓટીની 10 સરકારી બેઠકો ઉપલબ્ધ છે. જ્યારે બીઓની 310 સેલ્ફ ફાઇનાન્સ, બીએનવાયએસની 30 અને બીએએસએલપીની 50 સેલ્ફ ફાઇનાન્સ બેઠક ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશ બાદ ધારણ 12 વિજ્ઞાન પ્રવાહ અને નીટના મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવશે.