Site icon Revoi.in

હવે લગ્ન યોજવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશેઃ 50થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે પણ અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે નિયમોનું પાલન કરવા સરકારે આદેશ આપ્યા છે.  રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ કોરોનાની નવી ગાઇડ લાઇનનું પાલન કરાવવા તેમના વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો છે. જેમાં કોરોના પ્રતિબંધોમાં હવે લગ્ન સમારહો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે.
રાજ્ય સરકારે લગ્ન સમારહો માટે 50 લોકોની છૂટ આપી છે. હવે જ્યાં લગ્ન હશે તે પહેલા તમામ લોકોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. Digital gujarat પર જઈને  ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. હવે લગ્ન સમારોહ પર પોલીસની ચાંપતી નજર રહેશે. જે શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે ત્યાં રાત્રે લગ્ન સમારોહનું આયોજન થઈ શકશે નહીં. લગ્નના આયોજકો તથા પાર્ટી પ્લોટ્સમાં પણ વધુ લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. જો નિયમનો ભંગ કરાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડાએ જણાવ્યુ હતું કે, ચાર મહાનગરો સહિત જે 20 શહેરમાં કર્ફ્યૂ લાગુ છે. ત્યાં લોકો રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી બહાર નિકળે નહીં. જો લોકો નિયમનો ભંગ કરશે તો તોની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં જે સરકારની એસઓપી છે, તેનું ખાસ પાલન કરવું પડશે. રેમડેસિવિર અને ટોસિમીઝુબેમ દવાઓની કાળાબજારીની ઘટનાઓ સામે આવી છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે. જે મેડિકલ એમઆરપી કરતા વધુ ભાવ લેશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ દવાઓનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યું હોય તો રાજ્યની પ્રજા 100 નંબર પર ફોન કરીને જાણ કરી શકે છે. રાજ્યના પોલીસ વડાએ લોકોને ખાસ અપીલ કરી હતી.  રાજ્યના પોલીસ વડાએ કહ્યુ કે, સોશિયલ મીડિયા પર અફવાઓછી દૂર રહો. આવા મેસેજ કરવા પણ નહીં તથા તેને ફોરવર્ડ પણ ન કરવા. જે વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે