Site icon Revoi.in

ડિપ્લામા ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાની 68000 બેઠકો પર 43000 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ડિપ્લોમાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ગત તા. 24મી જુને પૂર્ણ થતાં 68000 બેઠકો સામે કૂલ 43000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન થયુ છે. હવે આગામી તા. 4થી જુલાઈએ મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મેરીટને આધારે ચોઈસ મુજબ વિદ્યાશાખામાં પ્રવાશે આપવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ તારીખ 4 જુલાઈ થી 8 જુલાઈ દરમિયાન રાખવામાં આવી છે તેમ જ મોક રાઉન્ડનું પરિણામ 11 જુલાઈના રોજ અને 11 જુલાઇએ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીડીસી) એ હાથ ધરેલી ડિપ્લોમા ઈજનેરીની 143 કોલેજોની 68 હજાર બેઠકો પરની ચાલી રહેલી પ્રવેશ કાર્યવાહીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે, જેમાં 43 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, ગયા વર્ષે પણ 43 હજાર વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગત વર્ષે ડિપ્લોમા ઈજનેરીની 70 ટકા બેઠકો ભરાઈ હતી, જેની સામે આ વર્ષે 75 ટકા બેઠકો ભરાઈ જવાની શક્યતા છે. ગત વર્ષની ડિપ્લોમા ઈજનેરી કોલેજોની બેઠકોની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત કુલ બેઠકોમાંથી સરકારી કોલેજોની 85 ટકા બેઠકો ભરાઈ હતી. જ્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની 55 ટકા બેઠકો જ ભરાઈ હતી.

પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ચોથી જુલાઈએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ચોથી જુલાઈએ સવારે 12.39એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયા બાદ મોક રાઉન્ડ એજ દિવસે શરૂ કરવામાં આવશે. એસીપીડીસીએ શૈક્ષણિક વર્ષ 2024-25ના વર્ષ માટેની ડિપ્લોમા ઈજનેરીની 143 કોલેજોની 68 હજાર બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં સરકારી ડિપ્લોમાની 20 હજારથી વધુ, જ્યારે સેલ્ફ ફાઈનાન્સ અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કોલેજોની 48,000 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.