Site icon Revoi.in

ચંદીગઢમાં ઈંધણથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન બંધ કરાશે

Social Share

નવી દિલ્હીઃ ચંદીગઢમાં સરકાર પેટ્રોલ-ડીઝલથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું રજીસ્ટ્રેશન બંધ કરવાનું વિચારી રહી છે. માત્ર ઈ-વાહનોની જ નોંધણી કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં ઈલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે વહીવટીતંત્રે જુલાઈથી ઈંધણથી ચાલતા ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન બંધ કરવાની યોજના બનાવી છે. ડિસેમ્બર 2023 થી, ઇંધણથી ચાલતી કારનું રજીસ્ટ્રેશન પણ બંધ થઈ જશે.

ચંદીગઢે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પોલીસી EV પોલિસી શરૂ કરી હતી, જે આગામી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. કેન્દ્રશાસિત પ્રદેશ (UT)નો ઉદ્દેશ્ય આગામી વર્ષોમાં ધીમે ધીમે ઈલેક્ટ્રિક વાહનો પર સ્વિચ કરવાનો છે અને આવા પગલાંનો ઉદ્દેશ્ય વધુ ગ્રાહકોને ICE-સંચાલિત વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનોને પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. EV નીતિ મુજબ, એક નાણાકીય વર્ષમાં શહેરમાં લગભગ 6,201 ICE દ્વિચક્રી વાહનોની નોંધણી થઈ શકે છે. ચંદીગઢ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, 1 એપ્રિલ, 2023 થી શહેરમાં લગભગ 4,032 ICE ટુ-વ્હીલર નોંધાયા છે. આ નાણાકીય સમયગાળા દરમિયાન ફક્ત 257 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નોંધાયા છે.

ચંદીગઢ એડમિનિસ્ટ્રેશન નાણાકીય વર્ષ 2022-23માં લગભગ 35 ટકા EVs રજીસ્ટર કરવાની યોજના ધરાવે છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ માટે નાણાકીય વર્ષ 2023-24માં આ વધીને 70 ટકા ઈવી થઈ ગયું છે. દરમિયાન, ઇ-કારનું રજીસ્ટ્રેશન ગયા નાણાકીય વર્ષમાં 10 ટકાથી વધીને આ વર્ષે 20 ટકા થયું છે. શહેર વહીવટીતંત્ર ઇવી પોલિસી 2022ના ત્રીજા, ચોથા અને પાંચમા વર્ષમાં ઇ-ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું 100 ટકા રજીસ્ટ્રેશન કરવાની યોજના ધરાવે છે, જ્યારે વ્યક્તિગત ઉપયોગ માટે ઇલેક્ટ્રિક કારની નોંધણી ધીમે ધીમે વધીને 50 ટકા થશે.