Site icon Revoi.in

આસામમાં હવે નિકાહ અને તલાકની નોંધણી ફરજિયાત કરાવવી પડશે

Social Share

નવી દિલ્હીઃ હવે આસામમાં નિકાહ અને તલાકની નોંધણી કરાવવી જરૂરી રહેશે. રાજ્ય સરકાર આસામ વિધાનસભાના શિયાળુ સત્રમાં ફરજિયાત મુસ્લિમ લગ્ન અને તલાક નોંધણી બિલ 2024 રજૂ કરશે. આ બિલની જાહેરાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ બિલનો ઉદ્દેશ્ય રાજ્યમાં બાળ લગ્ન રોકવાનો છે. આ સિવાય સરકારે લવ જેહાદને રોકવા માટે કાયદો બનાવવાની પણ જાહેરાત કરી છે.

ચોમાસુ સત્ર પહેલા, હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, નવો કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોના લગ્ન નોંધણી પર પ્રતિબંધ મૂકશે. આ સિવાય સગીરોની સુરક્ષામાં વધારો થશે. ઉપરાંત, લગ્ન કાયદાકીય ધોરણો મુજબ થશે. સરમાએ કહ્યું કે, મુસ્લિમ મેરેજ રજીસ્ટ્રેશન બિલ 2024ને આસામ સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પછી લગ્નની નોંધણીનું કામ કાઝીની જગ્યાએ સરકારી અધિકારીઓ કરશે. આ પછી બાળ લગ્નની નોંધણી ગેરકાયદેસર બની જશે.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર લવ જેહાદને લઈને પણ કાયદો બનાવવા જઈ રહી છે. જો આમાં દોષી સાબિત થશે તો આજીવન કેદની જોગવાઈ છે. આ ઉપરાંત આંતર-ધાર્મિક જમીન ટ્રાન્સફર અંગે બિલ લાવવાની પણ યોજના બનાવવામાં આવી છે. કેબિનેટે આસામમાં મુસ્લિમ લગ્નની નોંધણી માટે કાયદો તૈયાર કરવા કહ્યું છે. આગામી સત્રમાં આ અંગે વિચારણા કરવામાં આવશે.

હાલમાં જ આસામ કેબિનેટની બેઠકમાં આસામ રિપીલિંગ બિલ એટલે કે આસામ રિપીલ ઓર્ડિનન્સને મંજૂરી આપવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ, 1935ને રદ કરવાનો હતો. આ બિલ વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ રજૂ કરવામાં આવશે. સીએમ હિંમતા સરમાએ વચન આપ્યું હતું કે, 2026 સુધીમાં રાજ્યમાંથી બાળ લગ્નને નાબૂદ કરવામાં આવશે. લોકસભા ચૂંટણી બાદ આસામ સરકારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની જાહેરાત કરી હતી.

#AssamLaw #NikahRegistration #TalaqRegistration #LegalReform #MarriageLaws #AssamUpdates