- શિયાળો આવતા જ લીલી હળદળનું આગમન
- લીલી હળદરના છે અઢળક ફાયદા
- ધણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ
અમદાવાદ: શિયાળો આવતા જ લીલી હળદરનું આગમન થઇ જાય છે.હળદળના બે પ્રકાર છે. એક સફેદ હળદર અને બીજી લીલી હળદર. સફેદ હળદર કરતા લીલી હળદર અતિ ગુણકારી હોય છે. લીલી હળદરમાં ઘણા ઔષધિય ગુણ મળી આવે છે. જે આપણા શરીરને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.
લીલી હળદર એન્ટી-ઇફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. લીલી હળદર કેટલીય બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. તેમજ સ્વસ્થ અને ફિટ રહેવા માટે ડાયેટમાં લીલી હળદર સામેલ કરો. જાણો, લીલી હળદરના ફાયદાઓ વિશે…
ઈમ્યૂન સિસ્ટમમાં વધારો
હળદરમાં વિટામિન સી રહેલ છે. ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે.
શરદી-ઉધરસમાં લાભદાયક
લીલી હળદર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપુર હોય છે, જે શરદી-ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરે છે. લીલી હળદરને ડાયેટમાં સામેલ કરવાથી તમે શરદી-ઉધરસથી સુરક્ષિત રહી શકો છો.
હૃદયના ધબકારાને કરે છે કંટ્રોલ
લીલી હળદર કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ હોય છે. હૃદયના દર્દીઓના ડાયેટમાં લીલી હળદર સામેલ કરવી જોઇએ. લીલી હળદર હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
લોહીને શુદ્ધ કરે છે લીલી હળદર
લીલી હળદર લોહીને શુદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લોહી શુદ્ધ કરવા માટે દૂધમાં લીલી હળદર મિક્સ કરી તેનું સેવન કરો.
-દેવાંશી