જો આપને કસરત અને યોગ કરવાનો સમય નથી મળતો તો આપે દરરોજ સૂર્ય નમસ્કાર કરવા માટે 10 મિનિટ જેટલો સમય કાઢવો જોઈએ. સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી તદુંરસ્ત રહેવાની સાથે અનેક બીમારીથી બચી શકાય છે. સૂર્ય નમસ્કારના 12 ચરણ છે.
સવારના સૂર્યના કિરણો સૂર્ય નમસ્કાર ધ્વનિ, આસન અને મુદ્રાનો સંયોગ છે. ભારત સહિત દુનિયાભરમાં સૂર્ય નમસ્કાર લોકપ્રિય છે. સૂર્ય નમસ્કારથી તન, મન અને પાણી એમ ત્રણેયને શાંતિ અને શક્તિ મળે છે.
- સૂર્ય નમસ્કારના ફાયદા
સૂર્ય નમસ્કાર મારફતે ત્વચા રોગ સમાપ્ત થઈ જાય છે અથવા ચામડીના રોગ થવાની સંભાવનાઓ ઓછી થાય છે. એટલું જ નહીં પાચન તંત્રની ક્રિયાશીલતામાં વધારો થાય છે. તેમજ શરીરની તમામ નસો ક્રિયાશીલ થઈ જાય છે. જેથી આળસ, અતિનિદ્રા અને વિકાર દૂર થાય છે. સૂર્ય નમસ્કારની ત્રીજી અને પાંચમી સ્થિતિમાં સર્વાઈકલ-સ્લિપ ડિસ્કવાળી બીમારીઓ માટે વર્જિત છે.
- બંને હાથને જોડી સીધા ઉભા રહો, આંખો બંધ કરો, ધ્યાન-આજ્ઞા ચક્ર પર કેન્દ્રીત કરીને સૂર્ય ભગવાનનું આહવાન ઓમ મિત્રાય નમઃ મંત્રનો જાપ કરો.
- શ્વાસ લે,તી વખતે બંને હાથને કાનની ઉપર ખેંચો તથા ભુજાઓ અને ગર્દનને પાછળની તરફ ઝુકાવો, ગર્દનને પાછળ વિશુદ્ધિ ચક્ર પર ધ્યાન કેન્દ્રીત કરો.
- ત્રીજી સ્થિતિમાં શ્વાસને ધીરે-ધીરે બહાર નીકળતા આગળ તરફ વળો, હાથ ગર્દન સાથે કાન પાસેથી નીચે પગની બાજુમાં જમણી-બાજુ પર જમીન ઉપર સ્પર્શ કરો, ઘુંટણ સીધા રાખો, માથુ ઘુટનને સ્પર્શ કરતી વખતે ધ્યાન નાભી પાછલ મણિપૂરક ચક્ર પર કેન્દ્રીત કરીને કેટલીક મિનિટ આ સ્થિતિમાં ઉભા રહો, કમર અને મણકાની સમસ્યાવાળી વ્યક્તિ આ ન કરે.
- આ સ્થિતિમાં શ્વાસ લેતી વખતે જમણો પગ પાછળની તરફ લો, છાતીને ખેંચીને આગળની તરફ લઈ જાવ, ગર્દનને થોડી પાછળ તરફ વાળો, પગ સીધા પાછળની તરફ ખેંચો અને પંજા ઉપર ઉભા રહો. આ સ્થિતિમાં કેટલાક સમય રહેવુ, ધ્યાનને સ્વાધિષ્ઠાન અથવા વિશુદ્ધિચક્ર પર લઈ જાવ, મુખાકૃતિ સામાન્ય રાખો.
- શ્વાસને ધીમે-ધીમે બહાર નીકાળતી વખતે બંને પગને પાછળની તરફ લો, બંને પગની એડીઓ એક-બીજા સાથે મળવી જોઈએ, પાછલની તરફ શરીરને ખેંચો અને પગની એડિયોને ધરતી પર મીલાવવાનો પ્રયાસ કરો.
- શ્વાસ લેતી વખતે શરીરને ધરતીના સમાનંતર, સીધા સાષ્ટાંગ દંડવત કરો અને પહેલા ઘુટણ, છાતી અને માથુ ધરતી પર રાખો. ધ્યાનને અનાહત ચક્ર પર રાખો અને શ્વાસની ગતિ સામાન્ય કરો.
- આ સ્થિતિમાં ધીમે-ધીમે શ્વાસ લેતી વખતે છાતીને આગળની તરફ ખેંચેલા હાથને સીધા કરો, ગર્દનને પાછળની તરફ ખેંચો, ઘુંટણને ધરતીનો સ્પર્શ કરતી વખતે પગના પંજા ઉપર ઉભા રહો, મૂલાધારને ખેંચીને ધ્યાન કેન્દ્રીત કરો.
- શ્વાસને ધીમે-ધીમે બહાર નીકળતી વખતે પગને પાછળની તરફ લો, બંને પગની એડિયો એક-બીજા સાથે મળેલી હોવી જોઈએ. પાછળની તરફ શરીરને ખેંચો અને એડિયોને ધરતી ઉપર મિલાવવાનો પ્રયાસ કરો, સહસ્તાર ચક્ર પર ધ્યાન કેન્દ્રીત કરો.
- શ્વાસ લેતી વખતે જમણો પગ પાછળ તરફ લો, છાતીને ખેંચીને આગળ તરફ તાણો, ગરદનને જેમ બને તેમ પાછળ ઝુકાવો અને પંજા ઉપર ઉભા રહો. આ સ્થિતિમાં કેટલીક મિનિટ ઉભા રહો. ધ્યાનને સ્વાધિષ્ટાન અથવા વિશુદ્ધિ ચક્ર પર કેન્દ્રીત કરો અને મુખાકૃતિને સામાન્ય રાખો.
- ત્રીજી સ્થિતિમાં શ્વાસને ધીમે-ધીમે બહાર નીકાળો અને આગળની તરફ વળો, હાથ ગરદનની સાથે કાનો પાસેથી પગની જમણી-ડાબુ બાજુ ધરતી ઉપર સ્પર્શ કરો, ઘુંટણને સીધા રાખો, માથુ ઘુંટણને સ્પર્શ કરતી વખતે ધ્યાન નાભીની પાછળ મણિપૂરક ચક્ર પર કેન્દ્રીત કરો, કમર અને મણકાની સમસ્યાવાળા આવી રીતે સૂર્ય નમસ્કારથી દૂર રહે.
- શ્વાસ લેતી વખતે બંને હાથ કાન નજીકથી ઉપર તરફ ખેંચો અને ભુજાઓ તથા ગરદનને પાછળની તરફ લઈ જાવ. ધ્યાન ગરદનની પાછલ વિશુદ્ધિ ચક્ર પર કેન્દ્રીત કરો.
આ સ્થિતિ પહેલી સ્થિતની જેમ છે. સૂર્ય નમસ્કારની ઉપરની તમામ સ્થિતિ આપણા શરીરના સંપૂર્ણ અંગોને વિકૃતિઓ દૂર કરીને નિરોગી રાખે છે. આ પૂરી પ્રક્રિયા અત્યધિક લાભકારી છે.