Site icon Revoi.in

ગરમ થઈને ઠંડા થઈ ગયેલા તેલનો ફરીવાર ઉપયોગ કરવો સાબિત થઈ શકે છે જોખમી

Social Share

મોંઘવારીના કારણે હવે લોકો અનેક જગ્યાએ એકની એક વસ્તુને લાંબો સમય વાપરવા માટે મજબૂર થયા છે. આવામાં એક છે રસોઈ માટે વાપરવામાં આવતું તેલ, હવે મોંઘવારીને ધ્યાનમાં રાખીને લોકો એકના એક તેલનો ઉપયોગ પણ લાંબા સમય માટે કરતા થયા છે અને ગરમ થઈ ગયેલા તેલનો ઉપયોગ ઠંડા પડી ગયા પછી ફરીવાર કરતા હોય છે. પણ લોકોની આ વાત તેમને મોટા જોખમમાં અથવા મોટી બીમારીમાં ધકેલી શકે છે.

આ બાબતે જાણકારોનું કહેવું છે કે રસોઈના તેલનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે બગડવાનું શરૂ કરે છે અને તેલમાં ટ્રાન્સ-ફેટી એસિડ્સનું પ્રમાણ વધવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. જો કોઈ વ્યક્તિ ઠંડુ પડી ગયેલું તેલ ફરીવાર ઉપયોગ કરે છે તો તેને ટાળવું જોઈએ, કારણ કે તેમાં સ્મોકિંગ પોઇન્ટ ખૂબ ઓછા છે. વનસ્પતિ તેલ જેમ કે સરસવનું તેલ, રાઇસ બ્રાન તેલ વગેરેનો ઉપયોગ હજુ પણ એકવાર કરી શકાય છે, પરંતુ તેમ છતાં તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે.

લોકો દ્વારા ઘરમાં પકોડા, પુરીઓ અથવા કોઈ પણ તળવાની વસ્તુઓ બનાવવામાં આવે છે, ત્યારે લોકોને બાકીના તેલનો ફરીથી ઉપયોગ કરવાની આદત હોય છે. તેલની વધતી કિંમતોને કારણે, તે કરવું જરૂરી બની રહ્યું છે. ઘણા લોકો તેલને એક વખત ગરમ કરીને ફરીથી અને ફરીથી ઉપયોગ કરે છે.

વાત એવી પણ છે કે તેલનો ફરીથી ઉપયોગ કરો છો, તે ફ્રી- રેડિકલ બનાવી શકે છે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવો શરીર માટે હાનિકારક છે. આ ફ્રી રેડિકલ કાર્સિનોજેનિક હોઈ શકે છે, જે તમારા શરીરને ભારે પડી શકે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ વગેરેની સમસ્યા વધવાની શક્યતા છે. તેથી ઘણા લોકો ગળામાં બળતરા પણ થાય છે, તો ઘણા લોકોને હૃદય સંબંધિત રોગો થાય છે.