Site icon Revoi.in

ભારત અને ચીન વચ્ચેના સંબંધો મજબૂત બનશેઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ

Social Share

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરશે આશા વ્યક્ત કરી છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ પાર સુરક્ષા વ્યવસ્થાને લઈને હાલમાં થયેલી સમજૂતી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. સંયુક્ત રાષ્ટ્રની દૈનિક અખબારી વાર્તા દરમિયાન ગુટરેશે બંન દેશો વચ્ચેના સંબધો સુધારવા પર ભાર મૂકતા કોઈ પણ સકારાત્મક ફેરફારનું સ્વાગત કર્યું. ગુટરશ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

સોમવારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જાહેરાત કરી હતી કે ભારત – ચીનના સરહદીય વિસ્તારોમાં અંકુશ રેખા નજીક સુરક્ષા વ્યવસ્થાને લઈને સહમતી સધાઈ છે. આ સહમતીનો હેતુ 2020માં આ વિસ્તારમાં થયેલા વિવાદોના સમાધાનનો ઉકેલ શોધવો તેમજ સૈનિકોને પાછા બોલવાવની વ્યવસ્થા કરવાનો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ભારત સાથેની આ સમજૂતિની પુષ્ટિ કરી છે.