હેગડેવર ભવન ખાતે “ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ ” પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો
અમદાવાદઃ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજિક સમરસતા મંચ ગુજરાતના ઉપક્રમે “ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ ” પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ પુસ્તકના મૂળ લેખક શ્રીધર પરાડકર છે, જ્યારે પુસ્તકનું અનુવાદક દેવાંગ આચાર્ય, અને ભરત ઠાકોર કર્યું છે.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજિક સમરસતા મંચ ગુજરાતના ઉપક્રમે “ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ ” પુસ્તકનો વિમોચન સમારોહ અમદાવાદના હેડગેવાર ભવન મણીનગર અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિંતક મા. શ્રીધર પરાડકરજી ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે અતિથિવિશેષ તરીકે શ્રી વિનોદ શ્રોફ તથા ડો. કલાધર આર્ય, ડો. વિજય ઝાલા, શ્રી મહેશભાઈ પારીખ અને શ્રી રસિકભાઈ ખમારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમના પ્રારંભમાં સરસ્વતી વંદનના ત્યારબાદ પુસ્તક વિશે દેવાંગ આચાર્ય સમીક્ષા રજૂ કરી હતી.
ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ પુસ્તકના લેખક મા. શ્રીધર પરાડકરજીનું મનનીય વક્તવ્ય રહ્યું હતું જેમાં તેમણે ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડળના જાહેર જીવનના મહત્વ પૂર્ણ પ્રસંગ, કાર્યને પોતાના વક્તવ્યનો વિષય બનાવ્યો હતો. તેમણે જોગેન્દ્રનાથ મંડલના જીવનની કેટલીક ઐતિહાસિક ઘટનાઓ દ્વારા આઝાદીના સમયને વધારે મુકત રીતે ઉઘાડી આપ્યો છે. વ્યક્તિની એક ભૂલ કેટલી ભારે પડે છે તેનો ચિતાર આપ્યો હતો. તેની સાથોસાથ વર્તમાન સમયમાં જે સામાજિક અને રાજકીય ઘટનાઓ બની રહી છે તેની પૃષ્ઠભૂમિમાં ભૂતકાળની ઘટનાઓ રહેલી છે. એક ખોટો નિર્ણય અને વિચાર વ્યક્તિ અને દેશ, પ્રજા અને સમૂહને કેટલી હદ સુધી અંધાકારની ગર્તામાં ધકેલી દે છે તેનું ઉદાહરણ જોગેન્દ્રનાથ મંડલના જીવનમાંથી જોઈ શકાય છે.
આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનું સ્વાગત અને પરિચય ડો. ભરત ઠાકોરે આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને પુસ્તક વિશેની સમીક્ષા શ્રી દેવાંગ આચાર્યે કરી હતી.
પ્રકાશક : સાહિત્ય સાધના ટ્રસ્ટ, અમદાવાદ
પાના સંખ્યા : 100
કિંમત : 100 રૂપિયા
પ્રથમ આવૃત્તિ : 2022