1. Home
  2. ગુજરાતી
  3. રિલાયન્સ દ્વારા પ્રતિદિન 1000 MT ઓક્સિજનનું ઉત્પાદનઃ કોવિડ પ્રભાવિત રાજ્યોને મફતમાં અપાશે
રિલાયન્સ દ્વારા પ્રતિદિન 1000 MT ઓક્સિજનનું ઉત્પાદનઃ કોવિડ પ્રભાવિત રાજ્યોને મફતમાં અપાશે

રિલાયન્સ દ્વારા પ્રતિદિન 1000 MT ઓક્સિજનનું ઉત્પાદનઃ કોવિડ પ્રભાવિત રાજ્યોને મફતમાં અપાશે

0
Social Share

જામનગર : ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધતા કેસને લીધે હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મદદ માટે આગળ આવી છે. જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન કોવિડ 19 થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોને મફતમાં આપવામાં આવશે.

દેશમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્યારે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સેવા માટે આગળ આવી રહ્યા છે. ઓક્સિજનની અછત દૂર કરવા માટે ટાટા, અદાણી જેવી કંપનીઓ બાદ હવે રિલાયન્સ કંપની પણ આગળ આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે.

આ ઓક્સિજન કોવિડ 19 થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોને મફતમાં આપવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ખુદ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યાં છે. રિફાઈનરીમાં ઓક્સિજન ઉત્પાદનથી લઈને તેના લેન્ડિંગ અને સપ્લાય પર મુકેશ અંબાણી નજર રાખી રહ્યાં છે.  જામનગર રિલાયન્સ હાલ મિશન ઓક્સિજન પર કામ કરી રહ્યું છે. આ માટે 1000 એમટી ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચાડવા 24 ટેન્કર એરલિફ્ટ કરાયા છે. રિલાયન્સના મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સાઉદી અરેબિયા અને થાઇલેન્ડથી ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરાયા છે. ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરવામાં ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીના માધ્યમથી એલએમઓનું ઉત્પાદન 1000 મેટ્રિક ટન વધારી દીધું છે. 1000 મેટ્રેક ટન ઓક્સિજન 1 લાખથી વધુ લોકોની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા રાખે છે. રિલાયન્સ ભારતમાં લગભગ 11% મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. હાલ દર 10 માંથી 1 દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. ગત દિવસોમાં આરઆઈએલની તરફથી એલએમઓનું ઉત્પાદન 700 મેટ્રિક ટન કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code