મોંઘવારીથી રાહત, LPG સિલિન્ડર 115 રૂપિયા સસ્તું,જાણો નવી કિંમત
દિલ્હી:પહેલી નવેમ્બરે ઈંધણના ભાવમાં મોંઘવારીથી થોડી રાહત મળી છે.કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.જો કે, દેશભરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં આ ઘટાડો થયો છે. આજે 1 નવેમ્બર, 2022થી 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 115.50 રૂપિયા સસ્તું થયું છે.જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઘરેલુ સિલિન્ડરની કિંમત 6 જુલાઈથી સ્થિર છે.
મહાનગરોમાં કોમર્શિયલ સિલિન્ડરના નવા દરો શું છે
- દિલ્હીમાં 19 કિલોના ઇન્ડેન એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 1744 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1859.5 રૂપિયા હતી.
- મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર 1844માં મળતા હતા, જે હવે 1696 રૂપિયામાં મળશે.
- ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1893 રૂપિયા છે, જેના માટે પહેલા 2009.50 રૂપિયા ચૂકવવા પડતા હતા.
- હવે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1846 રૂપિયા થશે, જે પહેલા 1995.50 રૂપિયા હતી.
લોકોને રાહત આપતા સરકારે કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે, સ્થાનિક એલપીજીની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 115.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
દેશની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. આ પહેલા 1 ઓક્ટોબરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.