હેટ સ્પિચ મામલે આઝમ ખાનને સુપ્રિમ કોર્ટ તરફથી રાહત, સેમ્પલ લેવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે
લખનૌઃ- સમાજવાદી પાર્ટીમાં પૂર્વ નેતા આઝમ ખઆનને સુપ્રિમ કોર્ટે રાહત આપી છે,જાણકારી અનુસાર વર્ષ 2007માં સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને રામપુરમાં એક ખાસ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં આ રાહત મળી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે સુપ્રિમ કોર્ટે આ કેસમાં વોઈસ સેમ્પલ આપવાના નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. આઝમ ખાનની અરજી પર SCએ યુપી સરકારને નોટિસ ફટકારી છે.મળતી વિહત અનુસાર સુપ્રીમ કોર્ટે બુધવારે 2007માં બહુજન સમાજ પાર્ટી ના પ્રમુખ માયાવતી વિરુદ્ધ કથિત રીતે દ્વેષપૂર્ણ ભાષણ આપવા બદલ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર રોક લગાવતા ટ્રાયલ કોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે મંજૂર કર્યો હતો.
આ કેસ અપમાનજનક ભાષાનો હતો જેમાં અવાજનો નમૂનો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. 2007 માં રામપુરના ટાંડા વિસ્તારમાં જાહેર સભામાં આપેલા ભાષણ સાથે મેળ ખાતી આઝમના અવાજના નમૂનાની માંગ કરવામાં આવી હતી. આ ભાષણ સીડીમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું.જો કે હવે તેના પર વચગાળાનો સ્ટે રાખવામાં આવતા આઝમખાનને રાહત મળી છે.