Site icon Revoi.in

કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં 3,614 કેસ નોંધાયા-એક્ટિવ કેસો હવે 40 હજારથી પણ ઓછા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે, દિવસેને દિવસે હવે કેસો ઘટતા જોવા મળી રહ્યા છે જેને લઈને અનેક પ્રતિબંધોમાંથી પણ રાહત આપવામાં આવી ચૂકી છે.આ સાથે જ રસીકરણ પણ દેશની મોટાભાગની વસ્તીને મોટા પાયે થઈ ચૂક્યું છે,કોરોના મહામારીની હવે આ ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે.

જો દેશમાં છેલ્લા 24 કાલકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો કોરોનાના 3614 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ 40 હજારની નજીક છે. ભારતમાં હાલમાં સક્રિય કેસ પણ 50 હજારની અંદર જોવા મળે છે, જો સક્રિય કેસોની વાત કરીએ તો 40 હજાર 559 જોવા મળી રહ્યા છે.

દેશમાં કોરોનામાંથી સાજા થવાના દરની વાત કરવામાં આવે તો રિકવરી રેટ હાલમાં 98.71 ટકા જોઈ શકાય છે. છેલ્લા 24 કલાકમાં 5 હજાર 185 લોકો કોરોનાથી સાજા થયા છે. જો દૈનિક સકારાત્મકતા દરની વાત કરીએ તો 0.44 ટકા જોઈ શકાય છે. જો બીજી તરફ સાપ્તાહિક પોઝીટીવીટી રેટ 0.52 ટકા જાવા મળે છે.