Site icon Revoi.in

કોરોનામાં રાહત- છેલ્લા 24 કલાકમાં 4,362 કેસ નોંધાયા, એક્ટિવ કેસો 60 હજારથી પણ ઓછા

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં હવે કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાને આરે જોવા મળી રહી છએ, દૈનિક કેસોમાં મોટી રાહત મળી છે, રોજેરોજ આવતા કેસોની સંખ્યા 7 હજારથી પણ ઓછી થી ચૂકી છે આ સાથે જ 80 હજારથી ઓછા એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે, આ સ્થિતિને જોતા એમ કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર હવે નબળઈ પડી ગઈ છે

જો દેશમાં છેલ્લા 24 કાલકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો 5 હજારથી પણ ઓછા કેસો નોંધાયા છે. આ નોંધાયેલા કેસની સંખ્યા 4 હજાર 362 જોવા મળી છે.જો દેશમાં હાલ  સક્રિય કેસોની વાત કરીએ તો તે 60 હજારથઈ ઓછા થયા છે, હાલ એક્ટિવ કેસો 54 હજાર 118 જોવા મળી રહ્યા છે.કોરોનાનો  રિકવરી રેટ હવે 98.68 ટકા નોઁધાયો છે

જો સરકારી આરોગ્ય ખાતાઓના આંકડા પર નજર કરીએ તો  નવા નોંધાયેલા કેસોની સરખામણીમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા બમણી જોવા મળે છે,જેમાં છેલ્લા 24 કલાકમાં 9 હજાર 620 લોકોએ કોરોનાને માત આપી અને સ્વાસ્થ થયા છે.