કોરોનામાં રાહતઃ- છેલ્લા 24 કલાકમાં 5,910 કેસ નોંધાયા, સક્રિય કેસો 55 હજાની અંદર
- દેશમાં કોરોનામાં રાહત
- 24 કલાકમાં 6 હજારથી પણ ઓછા કેસ નોંધાયા
દિલ્હી- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં મોટી રાહત જોવા મળી રહી છે, આ સાથે જ હવે કોરોનાના કેસ ઘટતાની સાથે જ સક્રિય કેસોનો આંકડો ઓછો થઈ રહ્યો છે ,અટલે કહી શકાય કે કોરોનાના કેસોમાં છેલ્લા ઘણા સમયથી રાહત જોવા મળી રહી છે.
જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કુલ કોરોનાના 5 હજાર 910 નવા કેસ સામે આવ્યા છે.આ સાથે જ નવા નોંધાતા કેસની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે.
જો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો કુલ 7 હજાર 34 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ગઈકાલની તુલનામાં દૈનિક સંક્રણ દરમાં થોડો વધારો થયો છે.આ સાથે જ દૈનિક સંક્રણ દરની વાત કરવામાં આવે તો તે 2.60 ટકા રહ્યો છે રવિવારે દેશમાં 6,809 નવા કોરોના કેસ નોંધાયા હતા અને દૈનિક ચેપ દર 2.12 ટકા હતો.આજ રોજ સોમવારે તેમાં થોડો વધારો થયો છે.
જો દેશમાં હવે એક્ટિવ કેસ વિશે વાત કરીએ તો હાલ દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા ઓછી થયેલી જોઈ શકાય છે, હવે દેશમાં સક્રિય કેસો 53 હજાર 974 જોવા મળી રહ્યા છે