- દેશમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડો થયો
- છેલ્લા 24 કલાકમાં 9 હજાર કેસ નોંધાયા
દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો ઘટાડો નોંધાઈ રહ્યા છે, ત્યારે ફરી એક વખત કોરોનાના કેસમાં ઘટાડો થયો છે,જેને લઈને કહી શકાય કે કોરોનામાં રાહત મળી છે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેસ 10 હજારથી ઓછા સામે આવ્યા છે.
સરકારી આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડાઓ પ્રમાણે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 9 હજાર 520 નવા કેસ નોંધાયા છે, આ સાથે જ હવે દેશમાં કુલ સક્રિય કેસો ઘટીને 90 હજારની અંદર જોવા મળી રહ્યા છે,હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 87 હજાર 311 થઈ ચૂકી છે.
ગત દિવસની સરખામણીએ આજે નવા કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આગલા દિવસે દેશમાં કોરોનાના 10 હજાર 725 નવા કેસ નોંધાયા હતા, જે આજની સરખામણીમાં લગભગ 1 હજાર 200 ઓછા છે. નવા નોંધાયેલા કેસની સંખ્યા કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે, જેથી કોરોનાના સક્રિય કેસો દિવસેને દિવસે ઘટતા જઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 37 લાખ 83 હજાર 788 લોકો આ મહામારીમાંથી સ્વસ્થ થયા છે
દેશમાં રસીકરણની પ્રક્રિયા હેઠળ છેલ્લા 24 કલાકમાં 25 લાખ 86 હજાર 805 લોકોને રસી આપવામાં આવી છે, ત્યારબાદ અત્યાર સુધીમાં 211 કરોડ 39 લાખ 81 હજાર 444 લોકોને રસી આપવામાં આવી છે.હવે કોરોનામાં થતા મૃ્યુની સંખ્યા પણ ઘટી રહી છે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 68 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.