મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં રાહત , ૩૦ દિવસમાં પહેલીવાર 50 હજારથી ઓછા કેસ નોંધાયા
- મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં રાહત
- ૩૦ દિવસમાં પહેલી વાર કેસમાં ઘટાડો
- નવા કેસ 50 હજારથી ઓછા આવ્યા
મુંબઈ : દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરરોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં સોમવારે મહારાષ્ટ્રથી થોડા રાહત ભર્યા સમાચાર સામે આવ્યા હતા.રવિવારની તુલનામાં સોમવારે કેસોમાં અને મોતના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે.
સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 48,621 કેસ નોંધાયા છે,જેની સાથે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 47,71,022 પર પહોંચી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૩૦ દિવસના સમયગાળામાં પ્રથમ વખત એક જ દિવસે નવા કેસની સંખ્યા 5૦,૦૦૦ ની નીચે નોંધાઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ,મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના વધુ 567 દર્દીઓનાં મોત પછી મૃત્યુઆંક વધીને 70,851 પર પહોંચી ગયો છે.
વિભાગના જણાવ્યા મુજબ,સોમવારે મહારાષ્ટ્રમાં 2,11,668 નમૂનાઓની તપાસ સાથે અત્યાર સુધીમાં 2,78,64,426 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મુજબ સોમવારે 59,500 લોકોને કોરોનામુક્ત થયા,જેની સાથે અત્યાર સુધીમાં 40,41,148 દર્દીઓ સાજા થયા છે.