Site icon Revoi.in

ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના કેસોમાં રાહત – 24 કલાકમાં 6,563 કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ભય ફેલાયો છે તો બીજી તરફ રાહતની વાત એ છે કે દેશભરમાં કોરોનાના કેસનો આંકડા છેલ્લા ઘણા સમયથી 10 હજારકની નીચે આવી રહ્યો છે.એ જોતા કહી શકાય કે કોરોનાના એક્ટિવ કેસોમાં પમ મોટા ઘટાડો થયો છે સાથે જ નવા નોઁધાતા કેસની સંખ્યા ઓછી થઈ રહી છે, જોકે ઓમિક્રોન વેરિએન્ટને લઈને ચિંતા જોવા મળી રહી છે.જો કે કોરોનાને લઈને હાલ પણ ગાઈજલાઈનનું પાલન કરવું અનિવાર્ય છે.

જો છેલ્લા 24 કલાકમાં  નોંધાયેલા કેસની વાત કરીએ તો કોરોના સંક્રમણના 6 હજાર 563 નવા કેસ નોંધાયા છે. આ આંકડો રવિવાર કરતા 7.3 ટકા ઓછો જોવા મળ્યો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સંક્રમણના કારણે 132 લોકોના મોત થયા છે.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 8 હજાર 77 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે, આમ  કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 41 લાખ 87 હજાર 17 થઈ ચૂકી છે.

આ સાથે જ આપણા દેશમાં રિકવરી રેટ હાલમાં 98.39 ટકા જોવા મળે છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો આખા દેશમાં હાલમાં એક લાખથી પણ નીચે  82 હજાર 267 એક્ટિવ દર્દીઓ છે, આ આંકડો છેલ્લા 572 દિવસમાં સૌથી ઓછો જોવા મળ્યો છે.