Site icon Revoi.in

દેશમાં 5 દિવસ બાદ કોરોનાના કેસોમાં રાહત,એક્ટિવ કેસોની સંખ્યા ઘટીઃ 24 કલાકમાં નોંધાયા 31 હજારથી પણ ઓછા કેસ

Social Share

દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારી વિતેલા વર્ષથી જ જોવા મળી રહી છે, કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના કેસોમાં ધટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 5 દિવસ બાદ કોરોનાના કેસોમાં ઘટાડો  નોંધાયો છે, 5 દિવસ સુધી કોરોનાના 40 હજારથી વધુ કેસ મળ્યા બાદ હવે તેમાં રાહત જોવા  મળી  રહી છે. મંગળવારે દેશભરમાં એક જ દિવસમાં 30 હજાર 941 નવા કેસ નોંધાયા છે.

આ  પહેલા 40 હજારથી વધુ કેસ સતત મળી રહ્યા હતા, જેના કારણે સરકારની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ હવે આ આંકડો ફરી એકવાર 30 હજારની નજીક આવી ગયો છે, જે રાહતની વાત છે.એટલું જ નહીં, સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા પણ 36 હજાર 275 રહી છે. આ સાથે દેશમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 3 કરોડ 19 લાખ 59 હજાર 680 થઈ ગઈ છે. હાલમાં, દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 97.53 ટકા જોવા મળે છે.

આ સિવાય, અત્યાર સુધી મળી આવેલા કુલ કેસોની સામે સક્રિય કેસોની ટકાવારી માત્ર 1.13 ટકા જ જોવા મળી રહી છે. હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 3 લાખ 70 હજાર 640 જોવા મળે છે.

જો કે, છેલ્લા 5 દિવસમાં નવા કેસોમાં વધારો થવાને કારણે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ વધીને 2.51 ટકા પર પહોંચ્યો  છે, જે આ પહેલા 2 ટકાથી ઓછો જોવા મળ્યો હતો. જો કે, હવે  છેલ્લા 67 દિવસથી તે 3 ટકા થી ઓછો રહ્યો છે.

આ સાથએ જ કોરોનાનો દૈનિક પોઝેટિવ રેટ 2.22 ટકા સુધી પહોંચી ગયો છે. નવા કેસોમાં ઘટાડા સાથે, રસીકરણના મોરચે પણ મોટી સફળતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 64 કરોડથી વધુ રસીઓ આપવામાં આવી છે.