Site icon Revoi.in

કોરોનાના કેસોમાં રાહત – છેલ્લા 24 કલાકમાં 9,551 કેસ નોંધાયા, સક્રિય કેસો 1 લાખથી પણ ઓછા થયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના હજી ગયો નથી દેશના અનેક રાજ્યો હાલ પણ કોરોનાની ઝપેટમાં જોવા મળી રહ્યા છે કે જ્યાં છૂટાછવાયા કેસો રોજેરોજ નોંધાઈ રહ્યા છે, સરેરાશ દૈનિક કેસો છેલ્લા 4 દિવસથી 10 હજારથી અંદર આવી રહ્યા છે જેને જોતા એમ કહી શકાય છે કે કોરોનાના કેસોમાં મોટો ઘટાડો દિવસેને દિવસે નોંધાઈ રહ્યો છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના કુલ 9 હજાર 551 કેસ નોંધાયા છે.જેના પરથી કહી શકાય કે દેશમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસોમાં 17 .4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ સાથે જ કોરોનાના સક્રિય કેસની વાત કરીએ, તો તેસંખ્યા ઘટીને  હવે 97 હજાર 648 થઈ ગઈ છે. આ સાથે જ કોરોનાથી સાજા થનારા દર્દીઓ પણ વધ્યા છે જે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 1ા હજાર 726 લોકો કોરોનાથી સાજા થયા છે. 

જો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે જીવગુમાવનારા લોકોની વાત કરીએ તો  36 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 35,33,466 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,10,02,40,361 રસીકરણ કરવામાં આવ્યું છે.