- કોરોનાના કેસ વચ્ચે મોતના આકંડાથી ગભરાય
- સતત બીજે દિવસે 800 મોત
દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, કોરોનાના કેસોમાં વઘારો ઘટાડો થી રહ્યો છે, જો કે છેલ્લા કેટલાક દિવસથી દૈનિકોમાં થોડી રાહત મળી રહી છે, પરંતુ કોરોનાથી સતત બીજે દિવસે 800થી વધુ લોકોના મોત થયો છે જેને લઈને ગભરાટ ફેલાયો છે.
સૌથી વધુ કોરોનાના કેસો કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે આઠસોથી વધારે લોકોના મોત થયા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 2 લાખ 34 હજાર 281 નવા કેસ નોંધાયા છે અને 893 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.
આ સમગ્ર બાબતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વરિષ્ઠ અધિકારી પૂનમ ખેત્રપાલે શનિવારે કહ્યું, અનેક રાજ્યો તથા શહેરોમાં કોરોનાના કેસ ઘટવા છતાં સંક્રમણનપં જોખમ હજી યથાવતક જોવા મળે છે. તેમણે કહ્યું- સંક્રમણને ઘટાડવા માટે યોગ્ય નિયમોના પાલન પર ધ્યાન આપવું જોઈએ.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીએ કહ્યું, ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોન શ્વસન તંત્રની કોશિકાને સંક્રમિત કરે છે. ડેલ્ટા વેરિઅન્ટ સીધો જ ફેફસાને સંક્રમિત કરી રહ્યો હતો, જ્યારે ઓમિક્રોનમાં આમ નથી થતું તેથી મૃત્યુદર ઓછો છે.