દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા -સક્રિય કેસો 1 લાખ 42 હજારથી વધુ
- દેશભરમાં 24 કલાકમાં 15 હજારથી વધુ કેસો નોંધાયા
- સક્રિય કેસો 1 લાખ 40 હજારને પાર પહોંચ્યા
દિલ્હી – દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે દૈનિક કેસો 15 હજારથી વધુ આવી રહ્યા છે જો કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેસોમાં રાહત મળી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં 15 હજાર 528 જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે સમાન સમયગાળા દરમિયાન 25 દર્દીઓના મોત થયા છે.
આ સાથે, સક્રિય કેસ વધીને 1 લાખ 43 હજાર 654 થઈ ગયા છે. મંગળવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 25 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.
દેશમાં પાંચ દિવસથી નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં મંગળવારે 15 હજાર 528 નવા કેસ મળી આવ્યા હતા, જ્યારે સોમવારે 16 હજાર 935 નવા કેસ મળી આવ્યા હતા. આ પહેલા છેલ્લા ચાર દિવસથી સતત 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા.
જો કે દેશમાં મોટા પાયે વેક્સિનેશન પણ થઈ રહ્યું છે જેમાં બુસ્ટર ડોઝ લેનારાઓની સંખ્યા પણ વધી છે.છેલ્લા 24 કલાકમાં 27,78,013 રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 2,00,33,55,257 રસીકરણ કરવામાં આવ્યું છે.