- કોરોનાના કેસોમાં રાહત
- 24 કલાકમાં નોંધાયા 4,369 કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ઘીરે ઘીરે ઓછો થઈ ગયો છે કે દૈનિક કેસોમાં એટલી હદે રાહત મળી રહી છે કે વિતેલા 24 કલાકમાં સાડા 4 હજાર કરતા પમ ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે.આ સાથે જ સક્રિય કેસોના આંકડો પણ 48 હજારથી ઓછા થઈ ચૂક્યો છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં કુલ 4 હજાર 369 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે.જો કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ સારી જોવા મળે છે હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 46 હજાર 347 છે.
આ સાથે જ સક્રિય કેસોમાં કુલ સંક્રમણનો 0.11 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ વધીને 98.71 ટકા થયો છે,24 કલાકના સમયગાળામાં સક્રિય કેસોમાં 769 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
આ સાથે જ કોરોના સામેની જંગમાં દેશમાં કોરોના રસીકરણ અભિયાન તેજ ગતિએ શરુ જ છે. છેલ્લા 24 કલાકમાં 21 લાખ 67 હજાર 644 લોકોને રસી આપવામાં આવી છે, ત્યારબાદ દેશભરમાં 215 કરોડ 47 લાખ 80 હજાર 693 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે.